પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૧૨
 

વાર્તાનું શાસ્ત્ર-૨ ચકોરાણો વેર લેવા જાય... આ વાર્તાઓ સંવાદ અને ક્રિયા બંનેથી ભરેલી છે. ૨૧૨ મોટે ભાગે બાળવાર્તાઓ ભજવી શકાય તેવી હોય છે, તેથી પસંદગીમાં ઘણી છૂટ રહે છે. પસંદગીનો ઉક્ત નિયમ સખ્તાઈથી મૂકવાનો નથી. બાળકો જે વાર્તાઓને ભજવે તે વાર્તાઓ ખાસ ભજવવા યોગ્ય છે એમ માનવામાં વાંધો નથી. જો બાળકો તે બરાબર ભજવી નહિ શકે તો તેમનો જ રસ ઘટી જશે અને આપોઆપ ભૂલથી પસંદ કરેલી વાર્તા તેમની પાસેથી ચાલી જઈ તેને બદલે બીજી વાર્તા આવશે. ન શિક્ષક પોતે જો સાથે સાથે ભજવવામાં સામેલ હોય તો તેણે એકબે બાબતની ખાસ કાળજી રાખવાની છે. તેણે નાટકના મેનેજર તરીકે કામ કરવાનું નથી પણ નાટકના એક પાત્ર તરીકે કામ કરવાનું છે. બીજી વાત એ છે કે પોતે જો અભિનય કરી શકતો ન હોય તો તેણે તે કરવાની જરૂર નથી. વળી જો પોતાને ખરો શોખ ન હોય, તેને પોતાનામાં બાળભાવ પ્રગટતો ન હોય, તો તેણે નાટકમાં સામેલ થવાને બદલે પ્રેક્ષકવર્ગમાં જઈને બેસવાનું છે. શિક્ષકે એ ભ્રમમાં પડવાનું નથી કે પોતે જો નાટકમાં સામેલ નહિ થાય તો બાળકોને રસ નહિ પડે. આ માન્યતા ભૂલ ભરેલી છે. એટલું જ નહિ પણ બાળકોને નુકસાનકાર છે. જ્યારે મોટાંઓ નાનાં બાળકોમાં માછલાંના સમૂહમાં મગર ફરે તેમ ફરે છે ત્યારે માછલાંનીછૂટમાં અડચણ પડે છે. ખરેખર બાળકો શિક્ષકોને પોતાની રમતમાં સામેલ થવા કહે તો જ શિક્ષકે સામેલ થવાનું છે. શિક્ષકે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે બધાં બાળકો નાટકમાં સામેલ ન થાય તો તેણે કાળજી કરવાની નથી, કે તેમને