પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૩૮
 

વાર્તાનું શાસ્ત્ર-૨ આપણી દષ્ટિ સન્મુખ મિયાંબીબીનાં નાટકો હંમેશાં ભજવાય છે. સાસુવહુની વાતો વાંચવામાં આપણને એટલા માટે રસ આવે છે કે એમાં આપણે પોતાને સંસાર દેખાડીએ છીએ, પણ આપણે પેમલા થવા, દેડકા થવા કે મિયાંબીબી થવા વિચાર ધરાવતા નથી. એનું કારણ એ છે કે આપણે પાત્રોને સાચાં માનતા નથી પણ આખી વાત આપણા રૂપક તરીકે લઈએ છીએ. માબાપ અથવા શિક્ષાગુરુ આ દૃષ્ટિથી વાર્તા વાંચે અને બાળકોને કહે તો ખોટી કલ્પના ઊભી થવાનો ભય દૂર થાય. આ દૃષ્ટિથી જો જુવાન માણસો વાર્તાઓ સાંભળે અને નવલકથાઓ વાંચે તો આજે સરસ્વતીચંદ્ર કે કલાપી વાંચવાથી જ નિર્બળતા ઊભી થાય છે, અને જેને લીધે માણસ ઘણી વાર ફીટી જાય છે કે નકામો થઈ જાય છે, તેમ બને નહિ. ૨૩૮ વાર્તા સાંભળવાથી માણસ અસત્યાશ્રયી બની જાય એવો ભય રાખવાનું કશું કારણ નથી. જ્યાં સુધી વાર્તા સાંભળનાર એમ માને છે કે વાર્તાઓ સાચા બનાવો છે ત્યાં સુધી માણસ વાર્તાના અસત્યને સેવે છે એ ખરું છે. પરંતુ વાર્તાઓ ખોટી છે એ વાત બાળકને સમજાવવી પડતી નથી. છેક નાની ઉંમરથી બાળકો વગર કહ્યે સમજી જાય છે કે વાર્તાઓ એ કપોલકલ્પિત ચીજો છે. કાગડો અને ચકલી વાતો કરે એ દેખીતું જ ખોટું છે, અને છતાં વાર્તામાં એમની પાસે વાતો કરાવીએ છીએ તેથી માની લેવું કે આવી ખોટી વાતોથી બાળકો અસત્યાશ્રયી થશે એ ભ્રમભૂલક છે. એક રીતે વાર્તાઓ આવી જાતનાં અસત્યોનો અતિરેક છે, અને તેથી વાર્તાઓમાંનું અસત્યપણું બાળકો ઉપર અસર .કરી શકતું નથી જ. એક એવો સિદ્ધાંત છે કે જ્યારે જૂઠાણું ખૂબ વધી જાય છે ત્યારે જૂઠાણું પોતે જ થાકી જાય છે; અને નાનું જૂઠાણું ટકી શકે