પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વાર્તાનું શાસ્ત્ર
 

 

રહસ્ય ઋષિઓ અને સાધુઓ જનસંપર્કથી દૂર જંગલમાં જઈને વસે છે. ભક્તો એમની પાસે પહોંચી ત્યાં વસ્તી કરે છે. ધીમેધીમે ત્યાં બજા૨ જામે છે અને તે સ્થાન યાત્રાળુઓને સુલભ થઈ જાય છે. નિસર્ગપ્રેમી સાધુઓ તે સ્થાન છોડી ફરી આગળ જાય છે અને નવું જંગલ શોધી ત્યાં વાસ કરે છે. જંગલનો પ્રદેશ આવી રીતે ધીમેધીમે માણસને કબજે આવતો જાય છે. જ્ઞાનના ક્ષેત્રનું પણ એમ જ છે. પ્રતિભાવાન, ક્રાન્તદર્શી અથવા અગમબુદ્ધિ જ્ઞાનવીરો, અનુભવના, વિચારના અને કલ્પનાના નવા નવા પ્રદેશો અથવા સાધનો શોધી કાઢે છે અને માનવી બુદ્ધિને દિંગ કરી નાખે છે. ધીમેધીમે એમનો શિષ્યસમુદાય શિવાર્તન, પરિપ્રશ્નન અને સેવવા તેમનું જ્ઞાન શીખી લે છે. ધીમેધીમે તેમાં ચીલા પડે છે, તેના વિભાગ થાય છે અને ધીમેધીમે જે વસ્તુ એક કાળે પ્રતિભા અથવા ઈશ્વરી પ્રસાદ મનાતી હતી તેનું સુવ્યવસ્થિત શાસ્ત્ર બની જાય છે. તેની અપૂર્વતા અને અદ્ભુતતા નષ્ટ થાય છે, નિયમનું સામ્રાજ્ય તેના પર વિસ્તરે છે અને છેવટે સાર્વત્રિક અધ્યયનનું તે એક આવશ્યક અંગ બને છે. આટલું થયા પછી માણસની વિજ્યલોલુપ પ્રતિભા