પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

“મને પણ હવે ચોથી વારના લગ્નનો ઢોલ પિટાવવો ગમે તેમ નથી. “

“ત્યારે તો આપણે સમાન વિચારોવાળા સંબધી બનીએ છીએ ! ભગવતી !” તેજુના ‘પિતા’ નંદુડી પ્રત્યે વળ્યા : “પાડ માનીએ રણછોડરાય દેવનો !”

“મારે તો એ જ એક વિસામો છે !” નંદુએ ગાળામાં ડૂમો આણ્યો. “એટલું જ વીનવું છું જમાઈ ને કે, બેટા, મારી ચંપાના ખુશખબરનો કાગળ હમણા તો રોજ ને રોજ નાખતા રેજો.”

“આ અમારું સરનામું.” ‘પિતા’ એ કાગળમાં નામઠામ ટપકાવી આપ્યા.

પછી ગોમતીના તટની હેઠેવાશને એક એકાંત ખૂણે તેજુની જોડમાં એ યાત્રાળુને તેમજ ચંપાના ‘માતાપિતા’ને બેસાડી તીર્થગોરે જે ક્રિયાઓ કરાવી તેને તેજુએ માની પ્રાયશ્ચિતની ધર્મક્રિયા, યાત્રિકે ગણી લગ્નની ક્રિયા, અને શિવલા-નંદુની જોડેલી તેમ જ તીર્થગોરે ત્રણએ સાચી પીચાની પારકી છોકરીની વિક્રય-ક્રિયા.

જંગલની જાઈ તેજુને લગ્ન અને સરાવણાના લેબાસો તેમ જ વિધિ વચ્ચેનો તફાવત અજાણ્યો હતો.

રાતે ફરીવાર રેલગાડીની સવારી થઇ ત્યારે સેકન્ડ ક્લાસના ડબામાં યાત્રાળુ પોતાની કાયદેસર પત્નીની સાથે ચડી બેઠો. તેજુને એના માવતરે કહી રાખ્યુ હતું કે આહીથી આ યાત્રિકની સંગાથે આપણે નાશકના તીર્થમાં જઈ રહ્યા છીએ. “બધો સામાન આવી ગયો, ભગવતી ? તમે નંગમેળ ગણી લીધા ?” “હા જી” ‘દીકરી નો સામાન, ઓલ્યો દાબડો વગેરે બધું ગોઠવાઈ ગયું ?” હા જુ, આ રહ્યું બધું જ.” “આપણો સામાન ?” “એ પડ્યો રહ્યો છે, ચાલો લઇ આવીએ.” “પણ ગાડી ઉપડશે તો ?” “તો પાછલે ડબે ચડી બેસશુ, ચિંતા કરશો નહિ “ વગેરે વાતો કરીને બેઉ ઉતરી ગયા ને ગાડી ઉપડી ત્યારે આભી બને તેજુએ સ્ટેશનના દીવાને એક પછી એક કોઈ કાવતરાખોરોની