પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

તી. એ દેખાવનાં કૂંડાળાં ઝંડૂરની આંખો સામે દોરાતાં રહ્યાં.

એ દેખાવ દીઠા પછી પોતે આ અંધીની સામે ઢોલક-ઘૂઘરા કેમ કરી બજાવી શક્યોમ, ને સામા ખેતરમાં સામ્તી હાંકતો ખેડૂત ઓરતનું કમોત સાંભળીને સાંતી છોડી ગામ ભણી ભાગી કાં ન ગયો? એ વગડામાં એકલવાયા ઊભા રહી શકાય? ફોડાની અંદર ઓરત કેટલી ઘડી જીવી હશે? પોતાની દીકરીને સાદ કરવા એણે મોં ફાડ્યું હશે? ગળાકાટુની માફક નદીએ એના મોંમાં ડૂચા દઈને મારી. આંધળી છોકરીનો દેહ પણન ઢાંકી શકનારી એ સ્ત્રીએ લાકડાની ભારી લેવા જતાં પહેલાં ખાધું હતું કે ભૂખી હતી? ફોડમાં ખાલી પેટે જલદી જીવ નીકળી જાય કે ભર્યે પેટે ? કદાચ ભૂખ્યા શરીરનો નિકાલ વહેલો આવી જતો હશે એવા વિચારે ચડીને એનાથી છોકરીને પૂછાઈ ગયું : "તેં ખાધું'તું ? મા એ ખાધું'તું?"

"અં-હં!" છોકરીએ ટૂંકો પ્રત્યૂત્તર દઈને કહ્યું : "મા ખાવા ગઈ? મને ખાવા નૈ ? હેં ?"

સવાલ-જવાબ સાંભળીને મદારીએ પાછળ જોયું. એ ઊભો રહ્યો. ફિલસૂફ ગધેડો પણ ઊભો રહ્યો. પછી પાછાં ચાલતાં ચાલતાં મદારીએ ઝંડૂરને કહ્યું : "આને તેં પીઠ પર બેસાડી છે, પણ એ ખાઉંખાઉં કરે છે. ભૂખ એ ડાકણ છે. તારા બરડામાંથી લોચા કાઢીને ખાઈ જશે. એ ખૂખ છે, ને પાછી અંધી છે. દેકહ્તી ભૂખ ભલી છે, ખાજ-અખાજનો તફાવત ગણે છે. આંખો વગરની ભૂખનો ઇતબાર ન કર. જમાનો આંધળી ભૂખનો આવ્યો છે. આ ગધેડાનું પેટ ખાલી હશે તો એ ધરતીનો ખાર ચાટીને પણ ધરવ કરી લેશે છે. આ રીંછણ ભૂખી હશે તો એ પોતાનાં જ રૂંછામાંથી ગીંગોડાં વીણશે. પણ આ ભૂખી આંધળી છે, ને પાછી ઓરત જાત છે, એ તારી ગરદન પર જ દાંત ભરાવશે. તું આગાળ ચાલ. મને પછવાડે ચાલવા દે. એનો ઇતબાર ન કરવો. રાજઓ તારા જેવા બેવકૂફ છે. એણે ભૂખને પીઠ પર બેસાડી છે. એ ખાઉં ખાઉં કરે છે. એનો ઇતબાર ન કરવો. હું આ પાંચાળનો રાજા હોત તો ઓલ્યા ખેડૂતને