પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

જવાની બુદ્ધિ એની જીવતી રહી છે.

પ્રતાપ શેઠે એક બાજુથી પોતાની નબળી દશા પર વાટો કરી લીધો. ઓરડા ઓઢી ઓઢીને વસ્ત્રહીન હાલતમાં બેઠેલી ગરાસણીઓને બાજરો પહોંચતો કરવાની ગલતી એણે વખતસર સુધારી લીધી. એની કોમળ આંખે ફરી એક વાર કરડાઈ ધારણ કરી લીધી, ને બીજી તરફ એણે પોતાના બાર વર્ષના કિશોરનું ભણતર સંભાળવા ઇંદ્રનગરમાં વસવાટ લીધો. કિશોર હાઈસ્કૂલમાં બેઠો ને પિતાએ કાઉન્સિલના ગોરા ઉપપ્રમુખની નવી યોજનાઓમાં પોતાની વ્યાપારી કુનેહનું સ્થાન શોધી લીધું. ઇંદ્રનગરની પેઢી એણે જમાવી નાખી. પીપરડીમાં એણે આરબોના પહેરા ગોઠવ્યા. બાર રૂપિયાનો દરમાયો ખાનાર આરબ, અફીણ ખાનાર રજપૂતોનાં માથાં ભાંગી જાણે છે. ને બાપુકી જમીનને માટે જીવન કાઢી આપવાનું કહ્યા કરનાર ગરાસિયાનો તો શો ડર હોઈ શકે આ બાર રૂપિયામાં પોતાની જાનફેસાની કરી દેખાડનારી આરબી નિમકહલાલીને ?

રોજ સાંજરે કોશોર નિશાળેથી પાછો ફરતો ત્યારે પ્રતાપ શેઠ પ્રથમ પહેલી તો એની ડોક તપાસતા. ડોકમાં પાવલીની માદળડી પહેરેલી છે કે નહિ ! ને માદળડીને હાથમાં રમાડી પ્રતાપ હિસાબ ગણતો : નવ ને ત્રણ બાર, બાર ને ત્રણ પંદર-આજ એ પંદર વર્ષનો જુવાનજોધ હોત. આજ એ કોલેજનું એક વર્ષ વટાવી ગયો હોત. એને હું દાક્તર બનાવત ? ઇજનેરીમાં મોકલત ? આઇ. સી. એસ. થઈ શકે તેવો એ તેજસ્વી હોત કે નહિ ? કેમ ન હોત ? મારું પ્રથમ યૌવન જ એના શક્તિ-કણો બાંધનારું હતું. તે દિવસ હું મુંબઈથી પાછો આવ્યો ત્યારે લોકો નહોતાં વાતો કરતાં કે અદાલતમાં એ ચાર વર્ષનો પણ સર્વને સાત વર્ષના જેવડો લાગેલો ? હમીર બોરીચો જ મને કોઈ કોઈ વાર નહોતો કહેતો કે એની મા વગર એ આખો દિવસ ઘરને ઓટે એકલો ભૂખ્યો ને તરસ્યો બેઠો રહેતો ? બ્રાહ્મણો નહોતા બોલતા કે તે દિવસની રમઝટમાં એ છોકરો નવી નવાઈનો જીવતો રહ્યો ? પિતા પોતે જ એક વાર માની જોડે નહોતા વાતો કરતા કે છોકરો વાણિયણને પેટે પડ્યો હોત તો