પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

છોકરો નરવો રહેશે. જીવતરનો ચોપડો તપાસ્યો. એ ચોપડાને એક પાને એક કરજનો આંકડો હતો. પીપરડી ગામની ખીજડા-તળાવડીની પાળે એક ઝાડની પોલમાં એક ડબલું હતું એમાં રૂપિયા હતા. એ ધન પારકું હતું. જતને સંઘર્યું હતું, જઈને પાછું સોંપવું જોઈએ. નહિતર જીવ બ્રહ્માંડની ઊની લૂક ફાકતો ફાકતો જલ્યા કરશે.


20

લખડી


ક સ્થાન એવું છે કે જ્યાં ધરતીનો છેડો આવે છે. એ સ્થાને બેઠેલું માનવી બ્રહ્માંડ આખાને કડડભૂસ થતું સહી લેવા પણ તૈયાર રહે છે. એ સ્થળ તે ઘર.

તેજુ ઘર છોડીને જતી હતી ? ના, ના, એણે તો ધર્મશાળા ખાલી કરી હતી. વિસામો ખાવાની છાંયડી સ્થિર નથી હોતી. સૂર્ય ફરે છે, ને છાંયડી સ્થાન-બદલો કરે છે.

બુઢ્ઢો વાણિયો નવાણો શોધતો હશે ? ઉધામે ચડેલો બનાવટી બાયડીની લપ ટળી લેખતો હશે ? જવા દ‌ઉં એ સાંભરણને, પહેલી વારનો પ્રેમ-સંબંધ, ભાંગીને ભુક્કો થઈ ગયો છે છતાં, વધુ ખેંચાણ કરતો રહ્યો છે. સૂર્યની ગગનભરમાં અગન લગાડતી ઘૂમાઘૂમ જોઈ જોઈને પણ યાદ તો આવે છે, ઊગમણ દિશાની એકાદ નાની ટેકરી અને એ ટેકરીને માથે નીકળેલું સૂર્યનું પ્રભાતછોગું.

તેજુ પગપાળો પંથ કાપતી હતી. માર્ગે મળતાં કોઈને પોતે બામણી નામે ઓળખાવતી તો કોઈને બાવણ નામે. ગુજરાતના આંધીઘેર્યા ગાડા-માર્ગે ધસ્યે જાતાં કપાસનાં ગાડાં કારખાને પહોંચવાની ઉતાવળમાં હતાં. સૌ તો થોડાં જ તેજુને પૂછવા થોભતાં હતાં ! કોઈક વધુ રસ