પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

એણે બંસી ને ઘૂઘરા નીચે મૂક્યા.

"હવે કાંઈ જોવું છે? બીજું કાંઈક ? બીશ નૈને ટાબર?" એમ કહી એણે રીંછણની રસી ખેંચી અને એ કાળું ભૈરવ પ્રાણી, અત્યાર સુધી પોતાના મોં પર બેસતી એક માખીને પણ નહોતું ઉડાડતું, તે ઘેઘેકાર કરતું બેઠું થયું એણે પોતાના ચાર પગમાંથી બે પગને બે હાથ કરી નાખ્યા. એ ઊઠે એટલી વારમાં તો મદારીએ પોતાનો ડગલો ને ફેંટો ઉતારી દૂર ફગાવી નાખ્યા હતા, એના હાથની ડુગડુગી નૃત્યના તાલને ત્યજી બેઠી હતી. તાલ બદલે ગયા, ઘોર સંગ્રામની હાકઓ પાડાતાં ડુગડુગીનાં બેઊ મોઢાં દોરડીની થાપટો ખાવા લાગ્યાં. ડોસો પોતાના જ પંજાની ડુગડુગીમાંથી મોતનાં સત્ત્વોને સાદ પાડતો હતો. ડમરુના ઘોષ કરતાં કરતાં ડોસાએ લુંગીની લંગોટી ભીડી. અના અંગેઅંગમાં ભૂતાવળની ધ્રુજારીઓ રમવા લાગી. એણે ડુગડુગી ફગાવી દીધી. એ એને રીંછડી બાથમાં બાથ ઘાલી જંગમાં દાખલ થયાં. સામસામા ઘેઘેકારા અને મરણ-પડકારા : સામસામા ઘુરકાટો અને બહબહાટા : બાથંબાથ. એ યુદ્ધને ભાળી બાળકને ચીસ પાડવા મન થયું, પણ ચીસનો સમય નહોતો. ચિત્તના આખા જ તંત્રને જકડી રાખનારી એ દારુણ મૃત્યુલીલા હતી. માનવી હિંસ્ર બન્યો હતો અને પશુ માનવીના જેવું રક્ત પિપાસું બન્યું હતું. પાળનાર અને પાળેલાં વચ્ચેની આ લડાઈ જગતના માનવસમૂહમાં અહોરાત સહજ હશે, પણ જંગલમાં એ એક વિકૃતિ હતી પાળનારા-પાળેલાં વચ્ચે આવું ઝનૂન વગડો નથી જાગવા દેતો. જંગલનાં પ્રાણીઓ ભૂખ્યાં થાય તે ટાણે જરૂર પોતાનાં પેટનાં બાળકોને પણ ખાઈ જતાં હશે; વગર ભૂખે, વગર જરૂરે, કોઈ બૂરાઈ પણ કર્યાંનું બહાનું આપ્યા વિના પાલક પાલિતને અથવા પાલિત પાલકને ખતમ કરી નાખે એ તો માનવીનો સમાજ!

બાળકે પ્રકૃતિની વચ્ચે વિકૃતિ જોઈ. એ વિકૃતિ કોને માટે હતી? માનવીને રંજિત કરવા માટે - ભૂખ્યા એક બાળકની લાગણી ભુલાવવાને માટે. માન્વી એ વિના રીખતો નથી એ મદારીનો ચાલીસ વર્ષોનો અનુભવ