પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સહેજ સસ્તી બનાવનાર તરીકે મને ખૂંચી છે તેનો નિર્દેશ કરીને આગળ વધીએ. એ વસ્તુ તે નવલકથાના પ્રવાહમાં શારદાનો પ્રવેશ, શારદા ચંપાનો સંદેશ લઈ નરોત્તમ પાસે આવે અને રમકડાં રૂપી પ્રેમ-પ્રતીકોની બંને વચ્ચે આપલે કરે એ કથાના suspenseને હાનિ પહોંચાડનારું અને મોંઘા લાગણીવેડા જેવું મને લાગ્યું છે. એ એક અપવાદ સિવાય અઘટનીય જેવું અથવા તો કથાના ઉદાત્ત રસ સાથે અસંગત હોય એવું કશું જ મને લાગ્યું નથી.

‘જનશક્તિ’ના લગભગ તમામ વાચકો કથાવસ્તુથી સુપરિચિત છે, એવા ખ્યાલથી વસ્તુનો સાર અહીં રજૂ કરવાનું ટાળીને તેનું નિરીક્ષણ માત્ર અહીં રજૂ કર્યું છે, અને એ સમજને આધારે જ કથાનાં બીજાં અંગોના વિવેચનમાં સીધો ઝુકાવું છું.

આ નવલકથામાં મને જો કાંઈ સહુથી વધારે ચિત્તાકર્ષક લાગ્યું હોય તો તેનું સો ટકા શુદ્ધ કાઠિયાવાડી વાતાવરણ છે. બે પેઢી પહેલાંનું કાઠિયાવાડ આમાં તાદૃશ રજૂ થાય છે. એની રેલવે, એનાં વાહનો, રસ્તા, ઘરો, પાત્રો, પ્રસંગો, વર્ણન, સંવાદો અને લોકમાનસ એ બધાં અને બારીકમાં બારીક વિગતો—આ બધાં શુદ્ધ અને સાંગોપાંગ કાઠિયાવાડી છે. આ વૃત્તિમય અને ચિત્રાત્મક વાસ્તવિકતાનો આભાસ એટલો સંપૂર્ણ છે કે આ બધાંનો જેમને ખ્યાલ ન હોય તેમનામાં એ સ્વાનુભવનો રસ જગાવી શકે છે, અને જેમને એવો ખ્યાલ ન હોય તેવા વાચકોને યથાર્થતા-Authenticity—ના ખ્યાલમાં પ્રભાવિત કરે છે. જેને બ્રહ્મની સૃષ્ટિમાં તેનાં સર્જિતોને ઘણુંક પ્રિય-અપ્રિય લાગતું હોવા છતાં કંઈ જ અનુચિત નથી લાગતું, તેમજ શ્રી મડિયાની આ મર્યાદિત સૃષ્ટિમાં વાચકને કશું જ અનુચિત કે અપ્રસ્તુત નથી લાગતું. એને હું લેખકની સર્જક પ્રતિભાનો અસામાન્ય ઉત્કર્ષ લેખું છું.

એવી જ છાપ એમનું પાત્રાલેખન ઉપજાવી રહે છે. રેલવે સ્ટેશન બહાર પરબનું પાણી પાતી વિધવા બ્રાહ્મણ ડોશી કે રેલવે સ્ટેશનને ઘર બનાવી રહેતા ગંજેરી દાવલશા ફકીરથી માંડીને કથાનાયક ઓતમચંદ સુધીનાં નાનાં-મોટાં એકેએક પાત્રમાં ઉપર્યુક્ત યથાર્થતા-Authenticity—નો પૂરો