લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તો ગોળ ખવાઈ પણ ગયો હશે.’

‘ખવાઈ ગયો હોય તો ખલાસ હવે.’

‘કેમ ખલાસ બોલો છો ?’ ચંપાએ ચિંતાતુર અવાજે પૂછ્યું: ‘તમે દકુશેઠના દીકરાને ઓળખો છો ?’

‘હું તો ઓળખતી નથી,’ હી૨બાઈ બોલ્યાં, ‘પણ અમારાં નાતીલાં સંધાય ઈ શેઠના છોકરાને સારીપટ ઓળખે છે.’

‘છોકરામાં કાંઈ કે’વાપણું છે ?’

‘કરમીના દીકરામાં કે’વાપણું બીજું શું હોય ? પણ… પણ…’ કાંઈ નહીં, કાંઈ નહીં. જેવાં આપણી જસીબેનનાં નસીબ —’

‘સાચી વાત કરો, હીરીકાકી !’ ચંપાએ વધારે ચિંતાતુર અવાજે પૂછ્યું, ‘મનેય આજ સવા૨ની મનમાં ચિંતા તો થયા જ કરે છે કે, બાપુજીએ બહુ સારું ઠેકાણું તો નથી ગોત્યું.’

‘સાચી વાત તો હું શું જાણું, મારી બાઈ ! આપણે કોઈ થોડાં નજરે જોવા ગયાં છીએ ?’ હીરબાઈએ કહ્યું, ‘આ તો હું અખાતરીજે ઈશ્વરિયે ગઈ’તી તંયે થોડાક ગામગપાટા સાંભળ્યા’તા—’

‘શું ?’

‘કિયે છે કે દકુશેઠના છોકરાની ચાલચલગત સારી નથી.’

‘સાચે જ ?’

‘કાનને દોષ છે, મારી બાઈ ! આપણે નજરે કાંઈ નથી જોયું. પણ સાંભળ્યું છે કે ઈ ઉઠેલપાનિયા છોકરે અમારી નાતની એક છોકરીની છેડતી કરી’તી… મોંસૂઝણાં મોર્ય લગવાનું દૂધ દેવા ગઈ તંયે ઈ છેલબટાવે ચાળો કર્યો’તો—’

‘શું વાત કરો છો !’ ચંપા ચોંકી ઊઠી.

‘સાંભળેલી વાત… નજરે જોવા નથી ગયાં. ગામગપાટા ખોટા પણ હોય,’ હોશિયાર હી૨બાઈએ પોતાનું વક્તવ્ય મોળું કરી નાખ્યું.

ચંપા વ્યથા અનુભવતી રહી: ‘અરેરે… જરાક વહેલી ખબર

૧૫૨
વેળા વેળાની છાંયડી