લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પર હજી ‘તેલની ગાડી’-મોટર–નું આગમન નહોતું થયું. ઓતમચંદ શેઠની આ ‘ફેટન’ ઘોડાગાડી પણ હજી મોટાં મોટાં રજવાડાં અને ગણ્યાગાંઠ્યા ધનિકોને આંગણે જ આવી શકી હતી. બળદગાડીની સંસ્કૃતિમાં ઘોડાગાડી પણ એક કૌતુક હતું.

તેથી જ, આ કૌતુક જોવા માટે ભથવારીઓ માથા પરની દોણી–તાંસળી ઝાલીને ઊભી રહી જતી હતી. વગડો કરવા નીકળેલી ડોસીઓ અડાયાં-કરગઠિયાંનો ભારો હેઠો મેલીને કપાળ પર હથેળીનું છાજું ગોઠવી, આ ચાર પૈડાંવાળી નવતર ગાડીનું નિરીક્ષણ કરી રહેતી અને પછી ઉદ્‌ગારો કાઢતી:

‘આ તો વાઘણિયાવાળા ઓતાશેઠની ગાડી…’

‘ને માલીપા બેઠો’તો ઈ કોણ ?’

‘ઈ ઓતાશેઠનો નાનો ભાઈ, નરોત્તમભાઈ.’

‘નાનો ભાઈ ? પેઢીમાં તકિયે બેહે છે ઈ ? છોકરો મોટો થઈ ગયો !’

‘વરહને જાતાં શું વાર લાગે ? માબાપ તો બચારાને સાવ નાનકડો મેલીને મરી ગ્યાં’તાં. ઓતાશેઠે નાના ભાઈને ઉછેરીને મોટો કર્યો. ભાઈ માનો જણ્યો હતો, પણ ભોજાઈ તો પારકી જણી કે’વાય ને ! પણ લાડકોર શેઠાણીએ નાનકડા દેરને સગા દીકરાથી સવાયો ગણીને ઉછેર્યો. આજે આ છોકરે વેપારનો સંધો ભાર ઉપાડી લીધો.

વશરામ મસ્ત બનીને ગીત ગાતો હતો. બટુક આ ગાડીવાનના ખોળામાં કૂદી કૂદીને ઘોડાને જાણે કે પોતે જ દોડાવી રહ્યો હોય એવો સંતોષ અનુભવતો હતો. નરોત્તમ થોડી વારમાં જ ટ્રેનમાંથી ઊતરનાર અમરગઢના મહેમાનો અંગે કલ્પનાઓ કરી રહ્યો હતો.

વચ્ચે આવતા કોઈ ગામડાના પાદરમાં રમતી નાગાંપૂગાં છોકરાંની ટીણિયાંટોળી આ જાજરમાન ઘોડાગાડી જોઈને આનંદની ચિચિયારી કરી ઊઠતી હતી. કોઈ કોઈ ભારાડી છોકરા તો આ નવતર

ઘોડાગાડીના ઘૂઘરા
૧૫