લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ટબૂડીમાં પાણી ખાલી થતાં ચંપા થંભી ગઈ. પણ ઓતમચંદે વધારે જલપાનની આશાએ ફરી મોં ઉઘાડ્યું.

‘બીજી ટબૂડી ભરી આવ્ય, ગગી ! હજી ગળે સોસ પડતો લાગે છે,’ હીરબાઈએ કહ્યું. ‘બિચારા જીવ કોણ જાણે ક્યારના તરસ્યા થઈને નદીને કાંઠે પડ્યા હશે !’

ચંપા ફરી ઉશીકા નજીક બેસીને ઓતમચંદના તૃષાર્ત મોઢામાં પાણી ટોવા લાગી. અતિથિનો જાણે કે યુગ યુગનો તરસ્યો કંઠ ઘૂંટડે ઘૂંટડે પરિતોષ અનુભવી રહ્યો. એના નિશ્ચેષ્ટ જેવા જણાતા દેહમાં સ્ફૂર્તિ આવવા લાગી.

થોડી વા૨માં જ ઓતમચંદે આંખ ઉઘાડી.

ચંપાએ ચોંપભેર માથા ૫૨થી ઓઢણીનો છેડો કપાળ પર ખેંચ્યો.

હીરબાઈએ હરખભેર પતિને બૂમ મારી: ‘એ… ઘ૨માં આવો ઝટ !’

એભલ ઓ૨ડામાં દાખલ થયો એટલે હીરબાઈએ કહ્યું: ‘જુઓ, મહેમાને આંખ ઉઘાડી !’

નાનકડો બીજલ પણ ઘ૨માં દોડી આવ્યો ને સહુ આ અતિથિના ખાટલાને ઘેરી વળ્યાં.

ઓતમચંદ આ અપરિચિત વાતાવ૨ણ અને અપરિચિત આદમીઓને અવલોકી રહ્યો.

એભલ આનંદિત ચહેરે ઓતમચંદના માથા નજીક આવીને ઊભો રહ્યો.

ઓતમચંદ થોડી વાર તો એભલના ચહેરા સામે ટગર ટગર જોઈ રહ્યા ને એની ઓળખાણ પાડવા મથી રહ્યા. પણ એભલનો અણસાર પણ જરાય પરિચિત ન લાગ્યો ત્યારે એણે પૂછ્યું: ‘તમે કોણ ?’

‘મને તો ક્યાંથી ઓળખો શેઠ ! મારું નામ એભલ. ખાડું લઈને વાડીમાંથી ગામઢાળો આવતો’તો તંયે તરભેટે ખળખળિયાને કાંઠે

એ તો મારા જેઠ!
૧૫૯