આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પીળા પાને ઊધરાઈને આવ્યા છીએ… અમે તો આ દુનિયામાં જાંગડ માલ જેવા છીએ… અમારો ભાવ નહીં પુછાય તો પડતર માલની જેમ પાછા મૂળ ધણીને ઘેર પહોંચી જઈશું… ધરમનાં વેણ તો તમે જ ધરાઈ ધરાઈને સાંભળો. અમે તો જનમ ધરીને કાંઈ પાપ જ કર્યાં નથી, પછી ધરમ ક૨વાની અમારે શું જરૂર ? તમે મોટા ધરમના થાંભલા થયા છો તે અમારી મોર સરગાપુરીમાં પૂગજો–અમને વાંધો નથી.’
કીલાનો બબડાટ નરોત્તમ સાંભળી રહ્યો અને મનમાં આ ભાઈબંધ વિશે વધારે ગૂંચ ઊભી થઈ.
મીઠીબાઈસ્વામીનો વાગ્પ્રવાહ અસ્ખલિત વહ્યો જતો હતો… શ્રોતાઓ ભક્તિભાવથી એ વચનામૃતો સાંભળી રહ્યા હતા. બોલકણા સ્વભાવનો કીલો પણ આખરે મૂંગો થઈને કોઈક વિચિત્ર ભાવથી મીઠીબાઈસ્વામીની મુખરેખાઓ અવલોકી રહ્યો હતો.
✽
કામદાર નહીં, કાંગસીવાળો
૨૦૩