લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પડેલું, એની રિબામણી એ હજી ભૂલી નહોતી. મામાના આજના કાગળમાં હજી કોઈ નવા યુવાન માટેનું સૂચન નીકળશે કે શું, એવો કલ્પિત ભય એ સેવી રહી.

અને એ કલ્પિત ભય સાચો પડ્યો.

કાગળ પૂરો વાંચી રહીને પિતાશ્રી બોલી ઊઠ્યા: ‘આ વખતે મનસુખભાઈએ સારામાં સારું ઠેકાણું ગોત્યું છે!’

‘સાચે જ?’ સંતોકબાએ સંતોષ વ્યક્ત કર્યો. ‘ચંપાનાં નસીબ અંતે ઊઘડી ગયાં!’

‘ઘેરે ગાડીઘોડાની સાહ્યબી છે!’ કપૂરશેઠે વિગતો આપવા માંડી ‘ને દેશાવરનો મોટો વેપાર!’

‘કયા ગામના છે?’

‘રાજકોટના જ!’

‘પણ મૂળ કયા ગામના?’

‘એ તો હજી લખે છે, કે બરાબર તપાસ કરી નથી, પણ રહે છે રાજકોટમાં જ,’ કપૂરશેઠે કહ્યું, ‘એનું નામ છે, પરભુલાલ.’

‘નામ તો બહુ ઠાવકું છે. પણ બાપનું નામ? કુળ? શાખ?’

‘એ સંધુંય વધારે તપાસ કર્યા પછી લખશે, એમ કહે છે. પણ આમાં લખે છે, કે આવો જુવાન બીજો કોઈ નહીં જડે…’

આ ‘જુવાન’ વિશેની આટલી વિગત સાંભળીને જ ચંપા એવી તો અકળાઈ ઊઠી કે એણે બહાર ઓસરીમાં આવી હિંમતભેર સંભળાવી દીધું:

‘હું એને નહીં પરણું!’

હું એને નહીં પરણું !
૩૨૩