૪૩
જે દિવસે રાજકોટથી મહેમાન આવવાના હતા તે દિવસે સવારથી
જ ચંપાને એની સહીપણી શારદા પજવી રહી હતી: ‘પરભુલાલ શેઠના શું સમાચાર છે?’ સાંભળીને ચંપા શરમાઈ જતી હતી ને સામું સંભળાવતી હતી: ‘જા રે લુચ્ચી! મારા કરતાં તો તું હવે એને વધારે ઓળખતી થઈ છો!’
શારદા વધારે પજવણી કરતી હતી: ‘જાણું છું, દિવસ ને રાત એની રાહ જોયા કરે છે તે... મારાથી કાંઈ અજાણ્યું છે?’
‘તારાથી શું અજાણ્યું છે?’ ચંપા કબૂલત કરતી.
ફરી શારદા પૂછતી: ‘પણ પરભુલાલ શેઠ આવશે ક્યારે હવે?’
‘કેમ અલી, તું આટલી બધી ઉતાવળી થાય છે?’ ચંપા પૂછતી હતી, ‘પ૨ણવાનું મારે, ને ઉતાવળ તને કેમ?’
‘બહેનબાને ઝટપટ પરણાવી નાખવાની મને ઉતાવળ છે,’ કહીને શારદા પૂછતી હતી, ‘ક્યાં ગયું, હું લાવેલી એ ૨મકડું?’
‘આ રહ્યું!’
‘હં... રોજ આની સામે છાની છાની જોયા કરે છે, એ હું નથી જાણતી?’ શારદાએ મીઠો ઠપકો આપ્યો, ‘આ સારસ ને આ સારસી... આ જુગલજોડી ઉપરથી તારી નજર ખસતી જ નથી, એ શું મારાથી અજાણ્યું છે?’
‘તારાથી શું અજાણ્યું છે બેન? તારાથી મેં શું છાનું રાખ્યું છે?’
‘તો ઠીક!’ ચંપાનો આવો એક૨ા૨ સાંભળીને શારદાનો અહમ્ભાવ સંતોષાતો હતો. ‘પણ આ બે પંખી ભેગાં થઈ જાય પછી આ