પૃષ્ઠ:Venina Ful.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
 


ઉંચા કરી તારા હાથને
ઉભો બે ઘડી રે'જે
બાળા રાજા ! તને તેડશું
અમ મેઘલ દેશે !

ના રે બાપુ ! મારી માવડી
વાટ્યું જોશે ને રોશે !
સુણી વાદળ કેરાં બાલુડાં
હસી જાય વિદેશે.


(સાખી)

તું બનશે મુજ ચંદ્રમા ! હું બનું વાદળ-બાળ,
અગાશીના આકાશમાં રમશું રમત રસાળ
માડી મને બાળ બોલાવે - પેલાં૦


🙖