પૃષ્ઠ:Venina Ful.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેઆંખ વીંછી વીરા ! પાણી -
ડાંમાં ઉતરજે તું ના'વા;
તેડી જશું અમ દેશમાં,
તને ભમવા ને ગાવા.

ના રે બાપુ ! મારી માવડી
ઝૂરી જીવ જ દેશે !
સૂણી સાગર કેરાં બાલૂડાં,

હસી જાય વિદેશે.(સાખી)હું મોજું જળનું બનું, તું પરદેશી તીર

દેશાટન કરતો ફરૂં, તારે સકળ શરીર
- માડી ! મને બાળ બોલાવે !

એવાં સાગરમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે.
એવાં વાદળમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે.