પૃષ્ઠ:Venina Ful.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


હાં રે મને વાલો છે
કાગડા ને કોયલની પાંખ તણો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
સીદી ! તારાં બાલૂડાં સીદકાંનો કાળૂડો રંગ.

હાં રે મને વાલો છે
ઈશ્વરે રચેલો રૂડો રૂપાળો કાળૂડો રંગ,
હાં રે એક દવલો છે
માનવીનાં મેલાં કો કાળજાંનો કાળૂડો રંગ !


🙖