પૃષ્ઠ:Veranman.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
વેરાનમાં
 

બીડું છું. કાલે જ પડાવી. બહુ જ સસ્તી પાડી આપે છે. પાવલી પાવલીમાં ! હસતા નહિ હાં કે......હિંમત ધરજો, ને હસતા જ રહેજો-”

આ કાગળ મેં ફાંસી–ખોલીમાં કેાણ જાણે કેટલીક વાર ફરી ફરી વાંચ્યો. એકલો હું કદી પડતો જ નહિ. રાત ને દિવસ બે અમલદારો મારી જોડે જ રહેતા. તેઓની સાથે હું પાનાં રમતો, પુસ્તકો વાંચતો, કાગળો લખતો, ચાલ્યા આવતા મારા નિર્માણને મનમાંથી અળગું રાખવા માટે !

*

પણ રાત્રિયે?–ફાંસીખાનાના દ્વાર સુધીની એ ટૂંકી મજલ: માથા ઉપર કાળી કાનટોપી... ... અને પછી ......રસીનો ગાળીઓ: એ દ્રશ્યો મારી જીભને પળેપળે પીસતાં રહ્યાં.

પહેલે જ દિવસે મને જેલ-લાયબ્રેરીમાંથી તે લોકોએ એક દળદાર પુસ્તક વાંચવા દીધું. એને ઉધાડતાં એની પહેલી વાર્તાનું નામ વાંચીનેજ મારો દેહ કમ્પી ઉઠ્યો. એ ચોપડી મેં નીચે મૂકી દીધી. ચોપડી હતી અમેરિકાના ખૂનના કિસ્સાઓની. ને પહેલી જ કહાણીનું નામ હતું “ફાંસીખોર ન્યાયાધીશ.”

*

અપીલના કામમાં મને રસ નહોતો. આશા જ નહોતી. મૃત્યુને તો નિશ્ચિત જ માની બેઠો હતો. અપીલને તો ફક્ત છેલ્લી વિધિ તરીકે જ પતી ગઈ જોવા હું ઉત્સુક હતો.

અદાલતમાં અપીલની સુનાવણી અર્ધો દિવસ ચાલી. ત્યાં