પૃષ્ઠ:Veranman.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦

બળે એય બદલી ગયું. 'ફુલછાબ' ને સૌરાષ્ટ્રના રાજરંગોમાં ઝબકોળવાનું ઠર્યું. મેં ખસી મારગ આપ્યો.

કાળસંયોગે અઢી વર્ષ પર મુંબઈ લઈ આવ્યા. હું સિનેમાના ધંધાનાં બારણાં ઠોકતો હતો એવી વાતમાં વિકૃતિ હતી. મારાં ગીતો અને કથાઓને મારા જ કંઠથી પર્દા પર ઉતારવાનો એક પ્રયોગ, એક દિલસોજ ચિત્રપટકાર સ્નેહીની જોડે વિચારી રહ્યો હતો, પણ આજે તો એ વિચાર અભરાઈ પર છે. આથી વિશેષ કશું પ્રયાણ મેં ચિત્રપટના પ્રદેશમાં કર્યું નથી. બારણાં ઠોક્યાં નથી.

જીવતર પર એક હિમ પડ્યું હતું. આાંગળાનેય એ હિમે થિજાવ્યાં હતાં. એ હિમ ઉપર મિત્રોનાં સ્નેહ-કિરણો ચમકતાં રહ્યાં, ને ફરીથી મારાં છુટાં થએલાં અાંગળાંએ કલમ લીધી. 'પ્રતિમાઓ' ને 'પલકારા'ની વાર્તાઓ લખી.

દરમ્યાન અમૃતલાલ શેઠે 'જન્મભૂમિ’ની તૈયારી કરી. 'દેશમાં તને નહિ ગમે, અહીં કામે લાગી જા.' કહીને એણે મને 'જન્મભૂમિ’ના દૈનિક સંપાદન પર જોડ્યો. એમાં ય એમણે મને મારી ઝીણી બત્તી અજવાળી શકે તેટલા પૂરતો જ સાહિત્ય ખુણો પકડવાની અનુકૂલતા કરી આપી. કેમકે સૌરાષ્ટ્ર સાપ્તાહિક જેને વેરાન જણાયું તેને દૈનિક 'જન્મભૂમિ’ની મરુદશા તો કેટલી વધુ લાગી જશે !

પણ ઉલટી સ્થિતિ દીઠી. રાજસ્થાની રાજરંગોથી મોકળો પુષ્કળ અવકાશ આ દૈનિકમાં દેખાયો. રોજીંદા સમાચારોના અહીં ખાતેના સંપાદકોએ સાહિત્ય પ્રદેશને એકદેશીય ન માન્યો. અહીં પણ પહેલા દિવસથી માંડીને નાનાં ગીતો, પ્રેરણાત્મક