પૃષ્ઠ:Veranman.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવતો દફનાયેલો
૧૨૧
 

જગત પાસે એકરાર કર્યો કે મારી જુઠ્ઠી સાક્ષી પોલીસે મને પૈસા આપીને પુરાવી હતી. તે પછી એક પછી એક તમામ સાહેદોએ આ તર્કટનો એકરાર કર્યો.

છતાં–છતાં મુનીને ન છોડ્યો. કેલીફોર્નીંઆના મુડીવાદી શાસકોએ સમજી લીધું કે મુની જેલની દિવાલોમાં જ સારો છે. છો ને એ નિર્દોષ રહ્યો !

×

એમ વર્ષો વહ્યાં. જેલના ખોરાકની અસર મુનીના જોરાવર દેહ પર પણ થવા લાગી. એના માંસના ગઠ્ઠા ગળી ગયા. એની ચામડીનો રંગ ઊડી ગયો. એના મોં પર ઊંડા ચાસ પડ્યા. એની આાંખોના દીવા ઝાંખા થયા.

૧૯૨૮ ની સાલ આવી. કેલીફોર્નીંઆના ગવર્નર ઉપર એક કાગળ આવ્યો.

એ કાગળ કોનો હતો ?

જજ્જ ફ્રાંક્લીનનો. મુનીને મોતની સજા ફરમાવનાર ન્યાયમુર્તિનો ખુદનો.

કાગળમાં શું લખ્યું હતું ?

લખ્યું હતું કે, “મુકર્દમો ચલાવનારો હું પોતે, જ્યુરીના અગ્રેસર, જ્યુરીના અગિયાર સભાસદો, અત્યારના વિદ્યમાન ડીસ્ટ્રીક્ટ એટોર્ની અને મર્હુમ પ્રોસીક્યુટર સાહેબ સિવાયના અન્ય તમામ અધિકારીઓ–અમે તમામ એમ માનીએ છીએ કે તોહમતદારો નિર્દોષ હતા. ને એમની મુક્તિને માટે અમે સર્વ મળીને આ હિમાયત કરીએ છીએ.”

×