પૃષ્ઠ:Veranman.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.પત્નીના પ્રણયસુખને ખાતર
 


ક સોરઠી લોકકથા છે. દેવરાને ચાહતી પત્નીને એના સંસારી સ્વામી ઢોલરાએ બહુ બહુ તાવી જોયા પછી આખરે એના હૃદયનાથ દેવરાના જ જીવનમાં સ્વહસ્તે જઈ રોપી દીધી.

આવો જ ભવ્ય ઉકેલ ઈબ્સને પોતાના 'The Lady From The Sea' નામના નાટકમાં ઉતારેલ છે. મોંપાસાએ પોતાની 'The Return' નામની નવલિકામાં સૂચવેલ છે; હૉ કેઈને 'The Prodigal Son'માં 'The Manxman' માં આ જ કરૂણ નિકાલ આવ્યો છે. ને 'Love's Pilgrimage' નામે પોતાના જીવન પરથી ઘડેલી કથામાં અપ્ટન સીંકલેરે પણ એ ભેદક દિલાવરી બતાવી છે. ટેનીસનનું Enoch Arden પણ એ જ મહામાર્ગે ગતિ કરે છે.

ઉપર લખી એકેએક કૃતિમાં પુરષ પોતાની પરણેલી સ્ત્રીને