પૃષ્ઠ:Veranman.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
વેરાનમાં
 

કથા દોરેલી છે: દરિયાઈ ખેપમાં ક્યાંક ડૂબી મુએલો મનાએલો ખલાસી દસેક વર્ષે પોતાને ગામ આવે છે; અને એક ખોરડાની સામે સૂનસાન બેઠો બેઠો એ ઘરને આાંગણે ખેલતાં બાળકોને, ઘરમાં કામ કરતી ઓરતને અને ઘરને, ટગર ટગર નિહાળ્યા કરે છે: ઓરત અને બાળકો આ કોઈ શકમંદ પરદેશીની હીણી દૃષ્ટિથી ડર પામી, ઘરના ધણીને ચેતાવે છે કે એ કાળમુખાને અહીંથી ખસેડો ! ઘરનો ધણી આ ભેદભર્યા આગન્તુકની પાસે જઈ પૂછપરછ કરે છે: અજાણ્યો ભિખારી ઓળખાય છે: એ છે ઘરનો અસલ માલિક, ઓરતનો મૂળ પતિ: એક બાળકનો પિતાઃ સમુદ્રે ડૂબી મુએલો મનાએલો એ જ ખારવો !

થોથરાતી, ટુંપાતી જીભે એ ખારવો પોતાના દિલની સમસ્યા જણાવે છે કે “ભાઈ બીજું તો ઠીક, બાયડીને તો તેં સાચવી છે એટલે ઈ તો તારી જ ગણાય : છોકરું ય તારે આશરે ઉછર્યું છે: મારે ઈ કાંઈ ન જોવેઃ પણ ભાઈ આ ખોરડું: આ મારો આશરો: હું જેમ તેમ પડ્યો રહું એટલે આ કુબો: આ કુબાને મારો અભાગીઓ જીવ વળગે છે, તે અહીં બેઠો છું, ને બેઠો બેઠો જોઉ છું.”

+

નવો પતિ આ વાત સાંભળીને ઊંડી વ્યથા અનુભવે છે: મહેમાનને પોતાના કુબામાં તેડી જાય છે; ઓરતને અને બાળકને એની એળખાણ પડાવે છે: ખવરાવે છે; ને પછી એક તાડીની દુકાને તેડી જઈ પીણું પાય છે: ને પીણું પીતાં પીતાં વારંવાર આટલું જ બેલ્યા કરે છે કે “તયેં તો