પૃષ્ઠ:Veranman.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
વેરાનમાં
 

રસ્તે એક બિમાર બુઠ્ઠી સ્ત્રી પડી છે. વીનવે છે: સામા ગામ સુધી મને અપંગને તમારા રથમાં લઈ જશો. બાપા ?

જવાબમાં તિરસ્કાર કરીને ભક્ત ચાલ્યો ગયો.

પાછો આવે છે ત્યારે માર્ગે એક રૂપસુંદરીને બેઠેલી દેખી. 'સામે ગામ લઈ જશો ?' 'ઘણી ખુશીથી’ એમ કહીને રથમાં લીધી. માર્ગે પ્રેમ થયો. સુંદરીએ કહ્યું: તારી સ્ત્રીને ઘરમાંથી કાઢ તે પછી જ આવું ખુશીથી ખુશીથી : ભક્તે ગરીબ ઘરનારીનો છેડો ફાડી બહાર કાઢી: સુંદરી રૂપી દેવીએ શરાપ્યોઃ જ, તારી લાજ નહિ રહે ! કહેતાં જ ભુંઠાના દેહ પરથી લૂગડાં સળગી ગયાં. નાગો નાગો ભમે. કોઈ કપડું નાખે તો તે ભુંઠાના દેહને અડકતાં જ ખાક થઈ જાય.

આખરે આઈ નાગબાઈએ પોતાની કામળી નાંખી. એ એક જ અણસળગી રહી: ભુંઠાની એબ ઢાંકવા પૂરતી જ. પાટખિલોડી ગામનો આજે 'ટીંબો’ જ રહ્યો છે. નાગબાઈએ પછી નવું ઘર કર્યું'. નાગાજણના પિતા સાથે:

શા માટે ?

નાગબાઈએ કહ્યું: કળુકાળ બહુ કઠણ આવ્યો છે. હજી વધુ કઠણ કાળ હાલ્યો આવે છે. ચારણ્યોનાં સત ચળી જશે; મારી કોમની બાઈયું જમાનાના પવન-ઝપાટા નહિ ઝીલી શકે. હું ફરી પરણું છું કે જેથી મારી જાતબહેનોને ફરી પરણતાં સંકોચ ન રહે.

પુનર્લગ્ન કરનાર એ નાગબાઈ લોકોમાં દેવીપદે બેઠાં.