પૃષ્ઠ:Veranman.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
વેરાનમાં
 


મુરબ્બીઓના માયાળુપણા ઉપર મને કદી જ વિશ્વાસ નહોતો, મને એમાં હમેશાં આશ્રયદાતાપણાની જ ગંધ આવતી. પણ એવી તે મારી અનેક માન્યતાઓને ગોર્કીએ ઉથલાવી પાડી છે.

મેં સંખ્યાબંધ ચોપડીઓ લખી છે, ને મને લાગે છે કે લેખક બનવામાં બહુ મજા નથી. બીજા લોકો વધુ સારી રીતે જીવન જીવે છે; તેઓનાં સુખો, આનંદો વધુ સરલ ને સંખ્યાબંધ હોય છે. તે છતાં જીવનની અનેક વાતો મને સુખ ઉપજાવે છે, અને મારા મનને હું જ્યારે પૂછું છું કે મારે શું દુ:ખ છે, ત્યારે મને કશો જવાબ જડતો નથી.