લખાણ પર જાઓ

પૃષ્ઠ:Veranman.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
વેરાનમાં
 


આશરે બે સૈકા પૂર્વેનો એક દિવસ હતો. અંગ્રેજ પ્રજા ઉપર એક મહારાણીનું શાસન હતું. એના પતિદેવને અપાતું સાલીઆાણું ઓછું પડતું હતું. ઉમરાવોની સભામાં એ સાલીઆણાની રકમ પંદર લાખ રૂપિયાની ઠેરાવવાને પ્રસ્તાવ પેશ થયો હતો. એક પછી એક ઉમરાવો ખડા થઈ થઈ 'મંજુર' 'મંજુર' શબ્દ ઉચ્ચાર્યો હતો.

એક જ ઉમરાવ - નવીન જ આવ્યો છે આજે - એને કોણ જાણે શું સૂઝ્યું : એણે કહ્યું કે 'નામંજુર.'

આવો શબ્દ સાંભળવાની આ પ્રતિનિધિ સભાને ટેવ નહોતી.

“કોણ છે આ ? એને કોણ લઈ આવ્યું છે અહીં ? નિકાલો અહીંથી.”

હોઠ વગરને 'હસતો’ આદમી ઊભો જ રહ્યો.

ગઈ કાલે એ સર્કસનો બજાણીઓ હતો. આજે એ ઉમરાવ બન્યો છે.

એક જુની અને માતબર ઠકરાતનો એ ગૂમ થએલો વારસ બાળ ગઈ કાલે હાથ લાગેલો છે.

છારાંઓ ના હાથમાં પડેલું એ બાલક - એના હોઠ પર છારાં લોકોની છુરી ચાલી હતી.

એ છુરીએ એના મોં પર સદાનું હાસ્ય ચોડ્યું. એ અનંત હાસ્યને દેખી લાખો ગામડિયાં હસતાં ને પૈસો પૈસો દેતાં. "હસતો માનવી" એનું હુલામણું નામ પડ્યું હતું.