પૃષ્ઠ:Veranman.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
વેરાનમાં
 


“તમારી અંદર નેકીદારો પણ પડ્યા છે; તેઓને હું સંભળાવું છું. તમારી અંદર અક્કલવાનો છે, મહાનુભાવો છે; તેમને હું આ સંબોધું છું."

“તમે બચ્ચાંના પિતાઓ હશો. જનેતાના પુત્રો હશો. બહેનોના બાંધવો ને પત્નીઓના સ્વામીઓ હશો. સુંવાળી લાગણીઓ તમને ય સ્પર્શતી હશે."

“આજે પ્રભાતે જ પારણામાં પોઢેલા પોતાના લાડીલા બાળકની ઊઘડતી આાંખો ને હાસ્યભર મોઢું તમારામાંથી જેણે ધીરી ધીરીને નિહાળ્યું હશે, તેને હું દુષ્ટ કેમ કહું?”