પૃષ્ઠ:Veranman.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન–વાટ
 


[૧]

કોણ જાણે શાથી, મારો એ કોલેજ્યન પ્રિયતમ કંટાળ્યો. એણે ઓરડીમાં બત્તી કરી. મને કહ્યું: “હવે તું જલદી અહીંથી નીકળી જા. મારો સાથી આવી જશે. લે, હું તને પાછલે બારણેથી પસાર કરી દઉં. કોઈ કદાચ દેખે !”

કોલેજના છાત્રાલયની એની ઓરડીમાંથી લૂગડાં સંકેરતી હું ચૂપચાપ બહાર નીકળી ગઈ.

ચાર મહિના ગયા. એ અલોપ થયો હતો. મારા દેહમાં કંઈક પલટો દેખાતો હતો. હું સમજી ગઈ. મુંઝાઈ શહેરની પ્રત્યેક આાંખ, ઝાડનું એકોએક પાંદ, મકાનોને હરએક પથ્થર મારી સામે તાકતાં હતાં.

મને મા સાંભરી. મારી મા મને નક્કી સંધરશે: હું મારે ગામ ચાલી.

*

“શું થયું છે? ચુપ કેમ બની ગઈ? બહાર બેસવા ઊઠવા કાં નથી જતી દીકરી?"