પૃષ્ઠ:Veranman.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-વાટ
૩૧
 


“કેમ છો ?” ઘણા દાડે મળ્યાં ! રોજ આવો છો ?"

ઉપરાઉપરી પ્રશ્નો છૂટ્યા. પોતાની શરમને સંતાડવા મથતો'તો એ.

મેંય સીધા જવાબ દીધા. એને ભોંઠામણ થવા જેવા શબ્દ સરખો ન બોલી. જાણે કશું બન્યું જ નથી.

એ મારા માથાથી પગ સુધી ધીરી ધીરી જોતો હતો. એને શું એની જવાબદારી સમજાતી હતી ?

કોણ જાણે, પણ મેં તો મારા પગ બાંકડા નીચે છુપાવી દીધા. મારી ચંપલ ફાટી ગઈ હતી.

“ઠીક, કાલે મળશું. અત્યારે તો ઉતાવળમાં છું.” કહીને એ ગયો.

મેં મારા અંતરમાં સુખ અનુભવ્યું–એને ભોંઠો ન પાડ્યો તે વાતનું.

જાણે કંઈ બન્યું જ નથી !