પૃષ્ઠ:Veranman.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


જાતભાઈઓ !
 


“તાનાજી ! એ તાન્યા !”

“જી આવ્યો.”

“ચાલ જલદી ચહા કર.”

"જી—".

“અરે સબૂર: આ લે આ લખાણ પ્રિન્ટરને આપી આવ — અરે ઊભો રહે, નીચેથી એક પાંઉ લઈ આવ—”

“હા."

“રહે રહે. અત્યારનું પેપર ફાઈલમાં કેમ નથી નાખ્યું ? જા ઉપલે માળે જઈને “મોડર્ન રિવ્યુ” ભાસ્કરભાઈની પાસેથી — સમજ્યો ?”

"હા—ના—શું?"

“આટલા દિવસથી આવ્યો પણ ગમ ન પડી? છે ને ગમાર !"