પૃષ્ઠ:Veranman.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વતનનો વિરાટ
૮૧
 


સ્થળેસ્થળના રઝળપાટ: ક્યાંઈકથી એકાદ ટુકડાની પ્રાપ્તિ તો બીજો ટુકડો શોધવા માટે બીજા પચાસ ઠેકાણે કરવું પડેલું પરિભ્રમણ : છુટાછવાયા અંકોડાની મેળવણી કર્યા પછી પાછું એને અનેક દૃષ્ટિએ ચકાસી જોવાનું કામ : એમ કરતાં કરતાં વતનના એક પછી એક શાહની તવારીખ ફીરદૌસીએ હાથ કરી ને તે લુખી, સુકી નિષ્પ્રાણ બનેલી હકીકતોમાં પોતે કવિતાની સંજીવની છાંટી. ભૂતકાળના એવા હાડપીંજરમાંથી ખડો થયેલો વિરાટ એટલે મહાકાવ્ય શાહનામા : જેણે ઈરાનના કબ્રસ્તાનમાંથી રૂસ્તમ, સોહેરાબ, બહેરામ, ને ઈસ્ફન્દીઆર જેવા પુરુષસિંહોને સૂતા જગાડ્યા.

*

હાય ક્યાંક મરી જઈશ; મારું જીવનકાર્ય અધૂરું રહી જશે: એવા ફફડાટનાં ત્રીસ વર્ષો ફીરદૌસીએ 'શાહનામા'ની રચનામાં વિતાવ્યાં. નાણાંની જરૂર હતી. કોઈ કહે છે કે પોતાની એકની એક પુત્રીને દાયજો કરવાનું દ્રવ્ય કવિને જોઈતું હતું: કોઈ કહે છે કે પોતાની જન્મભોમ નજીક કવિને એક સરાઈ ને એક સેતુ બંધાવવાં હતાં. ૭૧ વર્ષને બુઢ્ઢાપો ભોગવતો કવિ ચાલ્યો : 'શાહનામા'ને લઈ ગજનીને માર્ગે – મહમ્મદ ગજનીનો રાજ્યાશ્રય મેળવવા : સુલતાનને 'શાહનામા’ અર્પણ કરવા.

રાજયાશ્રય
×