પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વેપારીના મનથી એક ઇન્કમટેક્સના ને બીજા પોલીસના માણસનું આગમન જીવનના શ્વાસ ઉરાડી દેનારી બે અજોડ આફતો હોય છે. મોટા શેઠે ઊઠીને બહાર આવી પોલીસ-ઑફિસર પાસે રાંક દીદાર ધારણ કર્યો.

પોલીસ-ઑફિસરે પૂછ્યું : " વિજયચંદ્ર દલપત નામના જુવાન આપને ઘેર આવે-જાય છે?"

'એં-એં-એં-કેમ?" વાણિયે મગનું નામ ન પાડ્યું.

"એ આપનો ભાવિ જમાઈ છે તે સાચી વાત?"

ફરીથી ગેં-ગેં-ફેં-ફેં થયું. પોલીસ-ઑફિસરે આગળ ચલાવ્યું : "છેલ્લા એ આંહીં ક્યારે આવેલા?"

"મને - મને કાંઈ યાદ-યાદ..."

"તમારા પુત્રી ઘરમાં છે?"

"છે."

"એમને થોડા પ્રશ્નો પૂછવા છે."

"સુશીલા-" એવા મોટા શેઠનો ફાટી ગયેલો અવાજ નીકળ્યો કે તરત જ સુખલાલ આવીને પોલીસ-ઑફિસર પાસે ઊભો : "એને આપ શું પૂછવા માગો છો ? શા આધારે પૂછવા માગો છો ?"

"આપ તો સાહેબ," ખુશાલે પણ આસ્તે રહીને કહ્યું, "ધાસ્તી પમાડાવા જેવું કરો છો. અમને જે પૂછવું હોય તે પૂછો ને- શી વાત છે વિજયચંદ્રની ?"

પોલીસ-ઑફિસર આ બે જુવાનની હિંમત ભાળી સહેજ અચકાયો. પણ એને રૂઆબ રાખીને કહ્યું : "તમે કોણ છો?"

"એ જાણવું હોય તો ચાલો, હું આપની ભેળો કમિશનર સાહેબની કચેરી પર આવું. ત્યાં જ મારી સાચી ઓળખાણ પડશે."

પોલીસ-ઑફિસરે આ માણસને હિંગખાઉ ન માન્યો. એની માન્યતાને વધુ ઘાટી કરવા માટે ખુશાલે ઉમેર્યુ : 'કાયદેસર જે કરતા હો તે કરો ને!" નરમ પડીને પોલીસ-ઑફિસરે કહ્યું : "ચાલો, હું અંદર