પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એની કોથળીનું ઝેર છે, એનું દૈવત પણ એ ઝેર છે, તેમ અમુક માણસનું દૈવત પણ એની નાગાઈ જ છે. નીકર પોલીસ અમલદાર ગામડિયા કાઠિયાવાડીથી થોડો બીવાનો હતો? આવજો, બે'ન! કાલે પાછો મારે આંટો રહ્યો. કાલે બધું પત્યે જ છૂટકો છે ને, બે'ન!"

ખુશાલને ભાભુ સાથે થયેલી એટલી રોકાણ દરમિયાન સુખલાલ બહાર સીડી સુધી પહોંચી ગયો હતો. ખુશાલ સીડી પાસે પહોંચ્યો ત્યારે સુખલાલને વળાવીને પાછી ફરતી સુશીલાના મોંમાં આ બોલ હતાઃ

"કાગળો ફાડજો - પણ કોક બીજીનું કાળજું ફાડશો મા!"

ખુશાલને જોતાં એ અદબ ધારણ કરે તે પૂર્વે તો એકાક્ષી ખુશાલની પાતાળ-વેધક આંખે સુશીલાના મોં પરનો ઊકળાટ વાંચી લીધો. ઘૂમટાનો પડદો સુશીલાના મોંની એક બાજૂએ પડી ચૂક્યો ને એ બારણામાં પ્રવેશ કરી ચૂકી.

સર્પાકારે વહેતી સીડી બેઉને પૃથ્વી પર લઇ જતી હતી. બબે પગથિયાંની ઠેક દેતે દેતે ખુશાલ બોલતો ગયોઃ

"નથી છોડવી, હો સુખા! હું વરતી શકું છું: કન્યામાં કહેવાપણું નહીં રહે. મુંબઈની વીફરેલ હોય તો નોખી જ ભાત્ય પડે એના વરતાવની. જોયું નહીં - મારી એણે અદબ કરીને ઘૂમટો ખેંચ્યો. મારો ભિખારી- રામનો ઘૂમટો... મુંબઈગરી હોત તો ચીપી ચીપીને કંઈક ચીબાવળી પોપટબોલી કરત! આ તો બે કલાક ઘરમાં રીયા પણ ગળું કેવું છે તેનો જ પત્તો ન મળ્યો. તારા બરની લાગે છે. એનેય બાપડીને સૂડી વચ્ચે સોપારી જેવું થયું લાગે છે."

પાવલીમાં હનુમાનગલ્લી પહોંચાડવા જતી વિક્ટોરિયાનો ઘૉડો મુંબઈના ડામરિયા માર્ગો પર ડાબલા પટકતો હતો. તેની સાથે સાથે જાણ્યે કે અજાણ્યે ખુશાલની વાતો તાલ મેળવી રહી હતી.

મૂંગાંમૂંગાં ભાભુ-ભત્રીજી પથારીમાં પડ્યાં ત્યારે છ મહિનાનો મંદવાડ ભોગવીને ઊઠ્યો હોય તેવો ચંપક શેઠનો દેહ તિજોરીની સામે ઊભો હતો. ચાવી ફેરવતાં રોજ કરતાં વધુ શ્રમ પામેલા એના હાથમાં