પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"શું થઇ જાય છે?" સુખલાલના હ્રદયમાં પહેલવહેલી અનુકંપાની સરવાણી ફૂટી.

"ના, ખાસ કાંઇ નથી; એ તો અમસ્તું કોઇ વાર અંધારાં આવી જાય છે. હમણાં બેત્રણ દિવસથી જ થઇ જાય છે - અગાઉ નહોતું થતું. હમણાં હમણાં ક્યાંય ગમતું નથી; હમણાં હમણાં જ કાંઇક એકલા એકલા જેવું લાગે છે."

સુખલાલે એ ત્રણ દિવસની ગણતરી બાંધી : સુશીલાને ગયાં બેત્રણ દિવસ જ થયા હતા.


27

બેવકૂફા કોણ?


"ઘરની રસોઇ ગમે તેવી મીઠી થાય, પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં જ છીપે છે - નહીં?" નાના શેઠ ખાતાં ખાતાં ભારી લિજ્જતથી પૂછવા લાગ્યા.

"મને બહુ અનુભવ નથી."

સુખલાલનો જવાબ ઠંડોગાર હતો. એને આ માણસ વધુ ને વધુ બેવકૂફ લાગ્યો હતો; પણ કોણ જાણે કેમ, એ માણસનો ચહેરો એ માણસની બધી બેવકૂફીને માફ કરવા લાયક બનાવી દેતો હતો. નાસ્તો ખાતો ખાતો સુખલાલ એ ચહેરામાં જ મશગૂલ હતો. આ ચહેરાની સાથે સુશીલાના ચહેરાને સરખાવીને એ સુશીલાના મોંની એક સો ને એક ખાંપણો એકઠી કરતો હતો, ને મનમાં મનમાં દાઝે બળી દાંત ભીંસતો હતો કે, સુશીલાને કોણ રૂપાળી કહી શકે? મારી તો ભૂખરાતેય એને રૂપાળી કહેવા તૈયાર નથી!

"તમે ઇસ્પિતાલે પડ્યા હતા ત્યારે મારે તબિયત જોવા આવવું