પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પર બેસારીને પછી સુખલાલ એની બાજુમાં વિજયચંદ્રને બેસારે છે-પણ પછી શું? પછી એ બેઉ વચ્ચે શા શા સંસ્કારો ગુજરે તો સુશીલા પર દાઝ વળી રહે, એવું કલ્પતાં એના હાથમાં કશું આવતું નથી. એ નિરાશ થાય છે, કેમ કે સુશીલાના બાપ ભલે બેવકૂફ હોય, એનો મોટો બાપુજી એવા નાદાન ક્યાં છે કે વિજયચંદ્ર જેવાના હાથમાં વારસો સોંપી કરીને સૂઇ જાય ! બહુ બહુ તો વિજયચંદ્ર સાથે મેળ ન મળે, તો સુશીલા પાછી પિયરમાં આવીને જિંદીભર લહેર શું કામ ન કરી શકે ? એમાં મારું મોઢું મીઠું કરવા કયો ગળ્યો કોળિયો મને મળી જાય છે?

માટે આ સુશીલા-કુશીલા પર વેળ વાળવાની વાતો છોડીને હાલ જીવ, કાલથી પાછો વાસણ વેચવા મંડી જા. એક મહિના પછી હું રૂપિયા ૫૦નું બીજું રજિસ્ટર મોકલું તો જ ખરો મરદ. મા મારી હિંમતમાં આવીને ઉગરી જાય ને, તો હું આખી દુનિયાને પહોંચી વળીશ. 'દીકરાની વહુ' 'વહુ' કરતી મા, જો મરશે તો સુશીલા માથે દાઝ કાઢવી-ન કાઢવી બધું સરખું જ થશે.

28

દુઃખનું સમૂહભોજન

સુશીલા અને ભાભુ દેશ તરફ વિદાય થયાં તે જ દિવસે રફુચક થઇ ગયેલ મોટા શેઠ હજુ પાછા આવ્યા નહોતા અને એમના પાછા આવવાના કોઇ ખરખબર પણ નહોતા. એટલે નાના શેઠ પેઢી પર જઇ ભાઇની ગેરહાજરીમાં ભય વગરના બની બેઠા. એક કલાક પહેલાં ખાલી ને સૂનકાર લાગતું અંત:કરણ તે વખતે રેસ્ટોરાંમાં જઇ આવ્યા પછી ભર્યું ભર્યું હતું ને જાણે કે શરીરની ઉપલી ડાળે બેઠેલું એ હ્રદય નીચે બેઠેલી હોજરીને કહેતું હતું કે 'જો, હોજરીબાઇ, તું મને રોજ ખીજવતી, કેમ