પૃષ્ઠ:Videhi.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮:વિદેહી
 

૯૮ : વિદેહી માતા : એટલે હું તારી મા છું એ તારે ગાખવુ ન પડે. એમ ને રમા : લગભગ એવું જ ! સહેલાઈથી, સરળતાપૂર્વક, સ્વાભાવિક રીતે હૃદયમાં રમી જાય એવું ! માતા : વારું બહેન ! અમે જૂના જમાનાનાં રહ્યાં ! અમ!રાં હૃદય જરા કાચાં રહ્યાં ! હૃદયને વળગવા અમારે તો કાંઈ જેઈએ પ્રભુ પાસે પણ પ્રતીમા દ્વારા પહોંચાય...ો, આ તારી બહેનપણી આવી ! રજન !...આવ બહેન ! કેમ છે? [ રજન આવે છે. ] રંજન : મઝામાં | ખૂબ મઝામાં ! માતા : તમારી મઝા જીવનભરની ખૂબ મઝા બની રહે। .... પણ રજન ! ક્રમ આમ હાથ ખાલી લઈને આવી ? રજન : ખાલી હાથ ? હાથમાં શું વળી લઈને આવુ?...ટેનીસ- રેકેટ હતું તે બહાર મૂકયુ”— માતા : તારાં રેકેટ ભલે હાથમાં રહે ! પરંતુ હાથ કેમ રાખે છે, છે।કરી ? આ ધાકણા જેવા રંજન : હાથ તા જેવા હોય તેવા રાખીએ ને ? અને ધાણા જેવા હાથ ખોટા પણ શુ..? મજબૂત હાથ ! પુરુષોને પણ જરા ખબર તા પડે કે સ્ત્રીઓના હાથ શસ્ત્ર બની શકે એવા છે ! માતા : કેમ એમ ? શસ્ત્ર શાનાં ? પુરુષોને ખબર પાડવાની જરૂર શી? રંજન : પુરુષોને ખબર પાડવાની જરૂર એટલા માટે કે તેમણે સ્ત્રીઓને યુગયુગથી બંધનમાં રાખી છે! રમા : મા! એ વાત તે ખરી જ ને કે પુરુષો સ્ત્રીઓને હલકી અને ઊતરતી ગણે છે? માતા : કાણે એવું કહ્યું ? રમા : બધે જ અમે જોઈએ છીએ ! ભારતમાં તે એ વળી રાજની વાત થઈ !