પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
રતિનાથની રંગભૂમિ


રાજકુમારીએ અત્યંત દીનતાથી અતીતની અત્યંત પ્રાર્થના કરી કે;-“હું કુમારિકા હોવાથી મને આદ્યાપિ પુરૂષનો સંપર્ક માત્ર પણ થયો નથી અને તેમાં વળી અત્યારે હું ભયંકર રોગને વશ થઈને મરવા પડી છું, એટલા માટે અત્યારે બળાત્કાર ન કરતાં પ્રથમ મને નીરોગી કરો એટલે પછી હું તમને જ વરીશ !” એ સાંભળીને અતીતે કહ્યું કે-“તું અત્યારે મારા કામની શાંતિ કર એટલે હું તને આ ક્ષણે જ રોગમુકત કરી નાંખું છું.” એમ કહીને અતીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લીધો.

એ પછી તેણે સ્નાનાદિ કરીને તે કન્યા માટે ઈશ્વરને બહુ પ્રાર્થના કરી, પરંતુ તેના રોગનું નિવારણ ન થયું તે ન જ થયું. અંતે અતીત નિરૂપાય થઈને સંધ્યાકાળે વળી બીજા મનુષ્યો આવશે, તો મારી પ્રતિષ્ઠા નાશ થશે, એવા ભયથી તે રાજકન્યાને ત્યાંથી ઉપાડી જીવતી ને જીવતી જ વાલુકામાં દાટી આવ્યો.

તે રાજકુમારીના સેવકો કેટલાક અંતર પર બેસીને તેના આવવાની વાટ જોયા કરતા હતા, પણ રાજકુમારી તો ત્યાં હતી જ નહિ ત્યાર પછી આસપાસ સર્વત્ર તેમણે તેને શોધી, છતાં પત્તો ન જ મળ્યો એટલે અતીતને પૂછ્યું કે;–“રાજકુમારી ક્યાં છે ?” અતીતે કહ્યું કે-“હું કાંઈ પણ જાણતો નથી.” એ પછી સેવકોએ અતીતની ૫ર્ણકુટી અને ગુહામાં શોધ ચલાવી તો ત્યાંથી તેની શય્યા મળી આવી, પણ રાજકન્યા પોતે મળી નહિ. છેવટે બહુ જ સક્ષમ શોધ કરતાં તે વાલુકામાં દાટેલી મળી આવી. તેને બહાર કાઢતા તેનું સમસ્ત શરીર રુધિરથી ખરડાયેલું દેખાયું અને તે મરવાની અણીપર આવી પહોંચી હતી. તેને જ્યારે તેની આ દશા થવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે પોતા પર થએલા અત્યાચારનો સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યાર પછી તરત જ પોતાના પ્રાણને ત્યાગી દીધા. સેવકો તેને ત્યાં જ દાટીને પોતાના રાજા પાસે ગયા અને ઈથંભૂત વૃત્તાંત તેને હહ્યો. આ વાર્તા સાંભળી રાજાને મહા ક્રોધ થતાં તેણે પોતાના