પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
રતિનાથની રંગભૂમિ

બુદ્ધિનો સંચાર થાય છે અને ત્યાર પછી તેમાંથી બીજા પણ અનેક વ્યસનો ઉત્પન્ન થઈ સદાને માટે ગળે બાઝી બેસે છે. શાસ્ત્રમાં જ્યાં જ્યાં પણ ષડ્‌રિપુઓનું વર્ણન કરવામાં આવ્યું છે, ત્યાં ત્યાં સર્વના અગ્રણી અને મહા ધુરંધર શત્રુ તરીકે એ દુષ્ટ કામદેવના નામનો જ નિર્દેશ કરાયલે છે. કામ, ક્રોધ, મોહ, મદ અને લોભ આદિમાંના એક પણ દુર્ગુણનો વાસ જેનામાં હોય, તેનામાં એ સર્વ દુર્ગુણોનો ન્યૂનાધિક પ્રમાણમાં નિવાસ હોવોજ જોઈએ, એવો નિયમ જ છે. એટલા માટે વિચારશીલ સ્ત્રીપુરૂષોને એના સંગથી વિસંગ રહેવામાંજ લાભ છે. કારણ કે, ભૂતકાળમાં એ વિષયાધીનતાના યેાગે અનેક સ્ત્રી પુરૂષોનાં શિરપર કેવાં કેવાં સંકટો આવ્યાં હતાં અને તેમની કેવી દુર્ગતિ થઈ હતી, એ ઘટનાને ગત કાળનો ઇતિહાસ સપ્રમાણ સિદ્ધ કરી બતાવે છે. એ વ્યભિચારના યોગે સ્વજન, પ્રતિષ્ઠા, ધન અને કેટલીકવાર પ્રાણ સુદ્ધાંનો વિયોગ થાય છે કિંવા નાશ પણ થઈ જાય છે. તેમજ યત્કિંચિદ્ વિષયસુખની લાલસામાં લપટાયાથી ચિરકાલીન પારમાર્થિક સુખનો અસ્ત થઈ જાય છે. એટલા માટે કુલીન કામિની અને પવિત્ર- ચરિત્ર પુરુષોએ એ દુર્વ્યસનનો ત્યાગ કરીને સન્માર્ગનાં પ્રવાસી થવું, એમાં જ તેમનું પરમ કલ્યાણ છે !"

અનંગભદ્રા વિલક્ષણ મુખમુદ્રા કરીને તિરસ્કારદર્શક સ્વરથી બોલી;-

“મુઝકો માલૂમ હય જન્નત કી હકીકત લેકિન;
દિલકો ખુશ કરને કો સાહિબ, યે ખિયાલ અચ્છા હય !”

મેં પુનઃ મારા ઉપદેશના પ્રવાહને આગળ વહેવડાવીને કહ્યું કે:- “અનંગભદ્રા ! તમે કહો છો કે, પિતૃગૃહ તથા શ્વશુરગૃહને ત્યાગીને સ્વતંત્ર કિંબહુના સ્વચ્છંદ થવું અને પરપુરુષના સમાગમમાં રહી મનોગમતાં સુખો ભેાગવી, નારીદેહની સાર્થકતા કરવી; પરંતુ એમ કરવું તે શૂળી પરના મિષ્ટાન્ન પ્રમાણે મહા અનર્થકારક છે. જેઓ આવું અશ્લીલ વર્તન કરે છે, તેઓ એમાં સુખ છે કિંવા દુઃખ છે, એ બીજાને જણાવવા માટે અવશિષ્ટ રહેતાં જ નથી. કારણ કે, જો