પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
વીરક્ષેત્રની સુન્દરી-૨

રાખી શકાય નહિ; એટલે તને કાંઈ પણ કહેવું તે અાંધળા આગળ રોઈને પેાતાની અાંખો ખેાવા જેવું જ થવાનું.”

શેઠાણીનું આવા પ્રકારનું ભાષણ સાંભળી દાસી દીનતાથી કહેવા લાગી કે;-“બાઈ સાહેબ ! આજ સુધીમાં મેં કોઈવાર પણ તમારી આજ્ઞાનું ઉલંધન કર્યું નથી અને હવે પછી કરવાની પણ નથી. મારા નિર્વાહનો સર્વ આધાર તમારી કૃપા પર જ રહેલો છે. માટે મનમાં સંશયને જરા પણ સ્થાન ન આપતાં તમને જે વેદના હોય તે મને વિશ્વાસપૂર્વક જણાવો એટલે હું અવશ્ય તેનો પરિહાર કરીશ.” દાસીના આવા અાશાજનક ઉદ્ગારો સાંભળી તે સુંદરી નમ્રતાથી બોલી કે;-“બહેન ! હું મારી ગુપ્ત વાર્ત્તા તને કહી સંભળાવું છું; પણ તે કોઈ ત્રીજા માણસને કાને ન જાય, એવું તું વચન આપતી હોય તો જ. વળી જો મારૂં તે કાર્ય તારા હાથે સિદ્ધ થશે, તે હું તને સંતોષ આપીશ અને તારો જીવનની અંતિમ ઘટિકા પર્યન્ત આભાર માનીશ.” આવાં મંજુલ વાકયો ઉચ્ચારી તે સુંદરીએ દાસીને વશ કરી લીધી અને તેની પાસેથી અભય વચન મેળવી પોતાનો ઈત્થંભૂત વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. ત્યાર પછી વધારામાં તેણે જણાવ્યું કે;–“મારા પિયરિયાંના ગામમાંનો મારો એક બાળસખા હાલમાં વડોદરામાં આવ્યો છે, તેને એક વાર આપણે ત્યાં બોલાવી તેનો ભોજનસત્કાર કરવો, એવી મારી પ્રબળ ઇચ્છા થએલી છે, એક પ્રકારે મને એનો ધ્યાસ જ લાગી ગયો છે. તેને જોતાં જોતાં લગભગ એક મહિનો થવા આવ્યો, અને તે સમયથી અત્યાર સુધીમાં અલંકાર, વસ્ત્ર, અન્ન, જળ અને અન્ય વિહાર આદિનો મને એટલો બધો તિરસ્કાર થઇ ગયો છે કે, કાંઈ પણ ગમતું નથી. હૃદયની અસ્વસ્થતા એટલી બધી વધી ગઈ છે કે નેત્રોએ નિદ્રાને દેશવટો આપી દીધો છે અને તેનો એકાંતમાં ક્યારે મેળાપ થાય, એ જ વિચાર રાત દિવસ હૃદયને ઘેરીને બેસી રહ્યો છે. વચ્ચે કેટલાક દિવસ સુધી અમારો મેળાપ થયો નહોતો એટલે હું મહા ચિંતામાં પડી ગઈ હતી. હવે કેટલાક દિવસથી દિવસમાં