પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
રતિનાથની રંગભૂમિ

વ્યાપારી હોવાથી એના હાથે આવું નીચ કૃત્ય કદાપિ થાય જ નહિ !” છતાં તે સરદારના મનનો સંશય ગયો નહિ અને તેથી બધાના દેખતાં તેની જડતી લીધી અને તેની કમ્મરેથી મોહોરોની કોથળી નીકળી આવી, આવો પ્રકાર થતાં તે સરદાર બધા વ્યાપારીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે;-“તમે બધા આની સાક્ષી ભરતા હતા અને આ શું થયું ? જો તમો બધાના વચનમાં વિશ્વાસ રાખીને મેં આની જડતી ન લીધી હોત, તો મારૂં તો દીવાળું જ ફૂંકાઈ જાત. સાંભળજો, આવી રીતે કોઈનામાં કદાપિ આંધળો વિશ્વાસ રાખશો નહિ.”

સાક્ષી પૂરનાર બધા વ્યાપારીઓ ઝંખવાણા પડીને ચાલ્યા ગયા. અને કનૈયાલાલને ફોજદારી ચાવડી પર લઈ જવામાં આવ્યો. ત્યાંની સરકારનો કાયદો એવો હતો કે, જો કોઈએ પહેલીવાર ચોરી કરી ! હોય, તો તેની શિક્ષા તરીકે તેનો ડાબો હાથ કાપી નાખવો, અને જો પાછો તે બીજીવાર ચોરી કરે, તો તેનો જમણે હાથ કાપી કાઢવો. આટલાથી ન માનતાં એ જ અપરાધ માટે તે ત્રીજીવાર પકડાય તો પછી તેનો શિરચ્છેદ કરી તેના અસ્તિત્વને સદાને માટે મટાડી દેવું. બીજે તપાસ ચાલતાં તેના પરને ચોરીનો આરોપ સિદ્ધ થવાથી તેનો ડાબો હાથ કાપીને તેને છોડી દેવામાં આવ્યો. સાંઝ પડી ગયા પછી સ્ત્રીનો વેશ ધારણ કરીને મોહેરો વિના જ તે પોતાની પ્રિયતમાના મહાલયમાં ગયો, તે વેળાએ તેનો હાથ સાલ્લાના પાલવ તળે હોવાથી તે સ્ત્રીના જોવામાં આવ્યો નહિ, પરંતુ જ્યારે બન્ને પલંગ પર ગયાં, તે વેળાયે તેના કપાયેલા હાથને જોઈ એમ થવાનું કારણ તે સ્ત્રીએ પૂછ્યું. એટલે તેણે ખુલાસો કર્યો કે;–“જે ઘરમાં હું રહું ! છું તે ઘરની દીવાલ અચાનક ધસી પડવાથી મારા હાથ હાડકા સહિત ભાંગી ગયો એટલે વૈદ્યરાજે એવી સલાહ આપી કે, જો આ હાથ થોડાક દિવસ આમ જ રહેશે, તો સડવા માંડશે અને અસહ્ય વેદના આપશે એટલા માટે આટલા ટૂટેલા ભાગને અત્યારે જ કાપી કાઢવામાં આવે, તો વધારે સારૂં. મને પણ એ સલાહ વ્યાજબી લાગવાથી મેં