પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ચપલા ચરિત્ર ચંદ્રિકા

અને છેવટે પ્રાણનું પણ બલિદાન આપવું પડ્યું. એટલા માટે આપ આ વાત પરથી ઊતરીને ચાલ્યા જાઓ, તો તેથી બંનેના કલ્યાણનો સંભવ છે. મારી શેઠાણી પણ સુખી થશે અને તમે પણ સુખી થઇને દીર્ધાયુષ્ય ભોગવી પોતાની પત્ની અને પોતાનાં સંતાનોને સુખસંતોષ આપી શકશો. શું આપે આ કવ્યુક્તિ સાંભળી નથી કે:-

“પરનારી વિષની છુરી, કદા ન ધારો અંગ;
રાવણ રોળાયો રણે, ઈચ્છી સીતાસંગ”

તે ગુણવતી દાસીના મુખથી આ દૃષ્ટાંતનું શ્રવણ કરીને હું કહેવા લાગ્યો કે;-“ભદ્રે ! તમે મને જે કૃપા કરીને બોધક કથા કહી સંભળાવી, તેથી મને અતિશય સંતોષ થયો છે. પરંતુ પુરુષનું મન મહા ચાંડાલ છે. જેના ગૃહમાં રતિસુખ માટે એક એકથી વધારે સુંદર શતાવધિ સુંદરીઓ હાજર હોય છે, તેની કામવાસના ૫ણ શાંત થતી નથી; તો હું તો એક નવો ઉમીદવાર છું અને અનુકૂળતા મળવાથી આ માર્ગમાં દોરાયો છું. વળી કોઈને પણ વિષયસુખની તૃપ્તિ થઇ જ નથી, તો પછી મારી તૃપ્તિ કેમ કરીને થઇ શકે વારૂ ? કારણ કે, હું પણ મનુષ્ય છું. કાંઇ દેવ નથી. જેવી રીતે કોઇ દારૂડિયો સવારમાં દારૂ પીએ અને બપોર પછી તેનો નશો ઊતરી જતાં પશ્ચાત્તાપ કરવા બેસે કે, “હવે જીવ જતાં પણ હું કલાલની દુકાને જઇશ નહિ અને આ મૂત્ર તુલ્ય વસ્તુ પીશ નહિ !” પણ પાછો જ્યાં મદિરાપાનનો સમય થયો એટલે એ બધા વિચારોને વીટીં ઘૂંટીને તે પુનઃ કલાલની મોરીમાં લથડિયાં ખાતો દેખાવાનો; તેવો જ પ્રકાર વ્યભિચારનો પણ જાણી લેવો. કિંતુ વ્યભિચારનું વ્યસન તો મદ્યપાનના વ્યસન કરતાં પણ અધિક અપરિહાર્ય હોય છે. આનાં નિત્ય માઠાં પરિણામો આવતાં જોઇને રંડીબાજ માણસો ઘણીકવાર એ વ્યસનથી મુક્ત થવાની પ્રતિજ્ઞા કરે છે અને દેવ ગુરુ સમક્ષ સોગંદ ખાઇને પાણી પણ લે છે, છતાં વખત આવતાં પાછા તે બધી પ્રતિજ્ઞાને ભૂલી “ભલો હું ને ભલી મારી રાંડ, નાક ભલે વઢાય પણ ખાવી છે ખાંડ”નો હિસાબ કરી પાછા જેવાના તેવા બની જાય છે. એ વ્યસનમાં તેમની સ્થિતિ જળકમળ જેવી થઇ જાય