પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
ચપલા ચરિત્ર ચંદ્રિકા

હોતો નથી, ત્યાં સુખ હોય જ કયાંથી ? પ્રેમહીન દંપતીનો સમય દુ:ખમાં જ વીતી જાય છે.”

“તમારી જે ઇચ્છા હશે તે પૂર્ણ કરવામાં આવશે.” મૂળદેવે કહ્યું.

“મને જે કશાની પણ અપેક્ષા હોય, તો તે એ સ્ત્રી રત્નની જ છે !” તરુણ બ્રાહ્મણે તેનું તેજ ઉત્તર આપ્યું.

મૂળદેવ તેને વળી પણ આશ્વાસન આપીને પોતાની સાથે લઈ ગયો અને ત્યારપછી તેણે બે મંત્રગુટિકાઓ સિદ્ધ કરી. તેમાંની એક ગુટિકા તે તરુણ બ્રાહ્મણને આપી મુખમાં ધારણ કરવાનું કહ્યું. એ ગુટિકાના યોગે તે તરુણ સુંદરીના અવતારમાં ફેરવાઈ ગયો અને બીજી ગુટિકાને પોતે પોતાના મુખમાં ધારણ કરવાથી મૂળદેવ પોતે એંસી વર્ષના વયનો વૃદ્ધ બ્રાહ્મણ બની ગયો. ત્યાર પછી તે વૃદ્ધ તે કૃત્રિમ બાળાને લઈને રાજગૃહમાં જઈ લાગ્યો. તે સમયે રાજા સભામાં બેઠો હતો ત્યાં જઈ તેને આશીર્વાદ આપીને વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે:- “આપ ભૂપતિ સર્વ પ્રાણીના પ્રતિપાલક અને સંરક્ષક છો, એટલે હું આપ પાસેથી ભિક્ષા માગું છું કે, મારી આ પુત્રવધૂને તેનાં પિયરિયાયાંથી તેડી લાવવાને ગયો હતો એટલામાં પાછળ અમારા ગામમાં મહામારિકાનો ઉપદ્રવ થવાથી આખું ગામ ઉજ્જડ થઈ ગયું -કેટલાંક મરી ગયાં અને બાકીનાં ધાસ્તીથી દેશદેશાંતરમાં ચાલ્યાં ગયાં છે. અર્થાત્ મારી સ્ત્રી અને મારો પુત્ર કયાંક ચાલ્યાં ગયાં છે કે મરી ગયાં એનો જ્યાં સુધી વિશ્વાસપાત્ર શોધ ન મળે, ત્યાં સુધી મારી આ તરુણ પુત્રવધૂને આ૫ પોતાના રાણીવાસમાંની સ્ત્રીઓ સાથે રહેવાની વ્યવસ્થા કરી આપો, મારા ઉપર આપનો એથી અત્યંત આભાર થશે.”

બ્રાહ્મણનું આવા પ્રકારનું ભાષણ સાંભળી રાજા વિચારમાં પડી ગયો કે; “જો આ તરુણ અને અત્યંત રૂપવતી રમણીને હું મારા મહાલયમાં રાખીશ, તો એના કારણથી આગળ જતાં અનેક