પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
ચપલા ચરિત્ર ચંદ્રિકા

કરી તું કોની વાટ જોતી ઊભી છે વારૂ ? હવે સુખ માટેની તારી સર્વ આશાઓ વ્યર્થ છે.”

માછણના આ શબ્દો સાંભળી વસુકુમારી નિશ્ચયપૂર્વક જાણી ગઇ કે, “મારો જાર મને દગો દઇને દ્રવ્ય લઇ પલાયન કરી ગયો છે !” અને તેથી એ વેળાએ તેના હૃદયમાં જે પશ્ચાત્તાપ થયેા, તે ખરેખર અપૂર્વ હતો. એ પછી બહુ વિચાર કરીને પોતે ઉન્માદિની હોવાનો દંભ કરી તેણે પોતાના કેશને છૂટા કરી નાખ્યા અને નગ્નાવસ્થામાં જ પાસેના એક ગામમાં તે પેસી ગઇ. એને ખરી ઉન્માદિની જાણી લોકોએ તેના નગરનો પત્તો મેળવી પકડીને તેને પાછી તેના પતિ પાસે મોકલી દીધી. તેના પતિએ તેની આવી દશા જોઇને આનંદથી તેનો સ્વીકાર કર્યો અને ઐાષધોપચારથી તેના ઉન્માદને દૂર કરી દીધો.

આ પ્રમાણેની વસુમતીની વાર્તા સંભળાવીને મેં મારી પ્રિયતમાને કહ્યું કે;–“ જુઓ સુંદરિ ! એમાંથી એટલા જ સારનું ચલણ કરવાનું છે કે, એ સ્ત્રી મહાચતુર હોવાથી જ પાછી પોતાના પતિગૃહની સ્વામિની થઇ શકી. પરંતુ જો તમે તમારા ગૃહને ત્યાગી દેશો, તો તમારી શી દશા થશે, એની કશી કલ્પના અત્યારે કરી શકાતી નથી. કારણ કે, જે જે અબળાઓએ અત્યાર સુધીમાં પોતાના વિવાહિત પતિના ગૃહનો ત્યાગ કર્યો છે, તેમનો સર્વ પ્રકારે નાશ અને નાશ જ થયો છે. એ વિશેના સહસ્ત્રાવધિ દૃષ્ટાંતો ઉપલબ્ધ છે. ચોર અને જારના ગામ કદી વસ્યાં નથી અને વસવાનાં પણ નથી. હું એક સાધારણ સૈનિક અરે લુખ્ખો સિપાહી ભાઇ છું, એટલે તમારો નિર્વાહ તમારી કુલીનતા પ્રમાણે મારાથી ચલાવી શકાશે કે કેમ, એનો પ્રથમ તમારે વિચાર કરવાનો છે.”

તે મારી પ્રિયતમા આ પ્રમાણેનો ભારે ઉપદેશ સાંભળીને કાંઇક કોપાયમાન થઇને બોલી કે;-“ ડૉક્ટર સાહેબ ! મેં તમારા સર્વ ગુણોની પરીક્ષા કર્યા પછી જ મારી લજ્જાના ભેાક્તા તમને બનાવ્યા