પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
વીરક્ષેત્રની સુન્દરી-૨

પીને શાંત થઈશ.” એવી આશાથી તે હાથમાં દીવો લઈને ધાસવાળા ઓરડામાં ગયો, તો ત્યાં તેણે દાસી અને પુત્ર બન્નેનાં મૃત શરીરોને પડેલાં જોયાં. પુત્રના શબને આલિંગન આપી “મારો બાબુ, મારો બાબુ !” એ પ્રમાણે આક્રોશ કરી તેણે પણ ત્યાં જ થોડા વખતમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા ! મદિરાક્ષી આખી રાત પોતાના જાર સાથેના વિલાસમાં વીતાડીને પ્રાત:કાળે ઘરમાં આવી અને જોયું તો પોતાના કરેલા વિષપ્રયોગના પ્રતાપથી પુત્ર અને દાસી પ્રમાણે તે પણ યમધામના માર્ગનો પ્રવાસી થઈ ચૂક્યો હતો. તેના આનંદનો અવધિ થયો.

ત્યાર પછી ખંજરથી પોતાના પતિનું ગળું કાપીને તે પાપિની મેાટા સાદે રડી રડીને પોકાર કરવા લાગી કે;–“દોડો રે દોડો - મા પીટ્યા ચોરોએ અમારું તો સત્યાનાશ કાઢી નાખ્યું - બાપલિયારે - નખ્ખોદ વાળી નાખ્યું !” આ પોકાર સાંભળીને પાડોશીઓ અને આસપાસના બીજા લોકો ત્યાં એકઠા થઈ ગયા અને તેઓ અનેક પ્રકારે તેના મનનું સાંત્વન કરવા લાગ્યા. તે રંડાએ કોઈનું કાંઈ પણ ન સાંભળતાં પોતાના અત્યંત દુષ્ટ કર્મને છુપાવવા માટે પતિના શબ સાથે બળીને સહગમન કરવાની તૈયારી કરવા માંડી, અને પોતે પુરુષનો પોશાક પહેરી પેાતાના સ્વામીના અશ્વ પર બેસીને વાજતેગાજતે સ્મશાનમાં જઈ પહોંચી. એ વેળાએ એ તમાશાને જોવા માટે નગરમાંનાં નાનાં મોટાં બધાં માણસો આવીને એકઠાં થયાં હતાં. એ લોકોના સમુદાયમાં તેનો જાર પણ હતો. તેને પોતા પાસે બોલાવીને તે સ્ત્રીએ કહ્યું કે;-“આ ચાર મનુષ્યોનો નાશ કેવળ તારા કારણથી જ થયો છે, એટલા માટે હવે મને છેવટનો એકવાર ભેટી લે.” તે જાર તેની પાસે ગયો એટલે તત્કાળ તેણે તેને સળગેલી ચિતામાં ખેંચી લીધો અને એવી રીતે પાંચ મનુષ્યોનો એક સાથે અંત આવી ગયો. ડૉકટર સાહેબ ! આ કથાને સારાંશ એટલો જ છે કે, જેવી રીતે એ મદિરાક્ષીએ વિષય લંપટતા અને પ્રતિષ્ઠા માટે બીજા ચાર