પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
ચપલા ચરિત્ર ચંદ્રિકા

પછી તે સરદારપુત્ર નિત્ય તે માર્ગેથી આવીને તેની સાથે રંગ ભોગ કરતો હતો અને તેથી વખત જતાં તેમને પરસ્પર અત્યંત ગાઢ પ્રેમ બંધાઈ ગયો.

એક દિવસે તે સરદાર પુત્ર સાથે તે સ્ત્રીએ એવી સલાહ કરી કે;–“મારા ધણીને જીવથી મારી નાખીએ અને પછી આપણે નિર્ભયતાથી મદનના ઉદ્યાનમાં વિહાર કરીએ. જો આમ નહિ કરીએ અને આપણા આ ગુપ્ત વ્યભિચારની વાત જો મારા ધણીના જાણવામાં આવશે, તો તે આપણ બન્નેને અવશ્ય મારી નાખશે.” તેની આ ઇચ્છા જાણીને સરદાર પુત્રે કહ્યું કે, “ના હવે આવા વિચાર માત્રને પણ મનમાં લાવીશ નહિ. જે પતિએ આજ અનેક પ્રકારે તારૂં પાલન પોષણ કર્યું છે, તેને તું મારી નાખવા ઇચ્છે છે, એ તારી કૃતિ યોગ્ય નથી. આ નિંદ્ય કર્મ સર્વથા ત્યાજ્ય છે.” એવી રીતે તેણે બહુબહુ બોધ આપ્યો, પણ તેને ધ્યાનમાં ન લઈને એક દિવસ પોતાના પતિને નિદ્રાધીન અવસ્થામાં અને અસાવધ જોઈ પોતાના જારને પકડીને તે ત્યાં લઈ આવી અને મ્યાનમાંથી તલવાર કાઢી તેના હાથમાં આપીને કહેવા લાગી કે;“ લે તલવાર અને કરી નાખ ઠાર !'- અચાનક મનમાં ઇશ્વરનો ભય થવાથી મૂર્ચ્છાગત થઈ સરદારપુત્ર ધરણીપર ઢળી પડ્યો, કેટલીકવાર પછી સાવધ થઈને તે બોલ્યો; કે “સુંદરી ! અા પાપાચાર મારાથી થવાનો નથી !”

જારને ભયભીત થયેલો જોઈ તે નાગિનીએ તલવાવારને પોતાના હાથમાં લઈ એક જ વારથી પતિના શરીરના બે કટકા કરી નાખ્યા. તેની આવી ક્રૂરતાને પ્રત્યક્ષ નિહાળી તે સરદારપુત્ર કહેવા લાગ્યો કે, “આ પુરુષે અત્યાર સુધીમાં તારૂં લેશમાત્ર પણ અહિત કર્યું નથી. તારા માટે એ પોતાના કુટુંબ અને સર્વ મિત્રોને ત્યાગી અરણ્યમાં આવીને રહ્યો, અનેક કષ્ટો સહન કર્યા અને તારા લાડકોડ પૂર્યા; પણ છેવટે તેં જ પોતાને હાથે એ બિચારાના પ્રાણ લીધા. આની આવી અવસ્થા થઇ, અને મેં તો તારૂં કશું પણ કલ્યાણ કર્યું