પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
વ્યાજનો વારસ
 

 ‘મારામાં એટલી અક્કલ નથી ત્યારે જ તમને પૂછવું પડે છે ને ? હજીય ક્યાં બહુ મોડું થયું છે ? કંઈક રસ્તો બતાવો તો…’

‘રસ્તો તો દીવા જેવો ચોખ્ખો છે – આંધળાનેય સૂઝે એવો. પણ આંખ જ કોણ ઉઘાડે છે ?’

‘તમને તો સંધીય વાતમાં સૂઝકો પડે છે. મારા જેવીને દિશા સુઝાડો તો……’

‘આ દડઘા જેવો દલિયો હજી તારી નજરમાં નથી આવતો ?’ અમરતે પોતાની ઝીણી આંખને વધારે ઝીણી કરતાં પૂછ્યું.

માનવંતીના પેટમાં પહેલાં તો એક ટાઢો હિમ જેવો શેરડો પડી ગયો. નણંદની સ્વાર્થ બુદ્ધિ પ્રત્યે એને નફરત ઊપજી. પણ ચહેરા ઉપર એ વ્યક્ત કરવાનું એને પોસાય એમ નહોતું. ગોફણમાંથી વછૂટેલ ગિલોલ જેવા નણંદના પ્રશ્નના ઉત્તર રૂપે એ માત્ર એટલું જ બોલી શકી :

‘હા……’

‘હા…!’ અમરતે ભાભીના બોલવાના ચાળા પાડીને કહ્યું : ‘લ્યો બોલ્યા ! જો દલિયા જેવો દલિયો નજરમાં આવ્યો છે તો આટલા દી લગણ શું માખી મારતી તી ?’ ભાભીને તુંકારામાં સંબોધવાનો હક તો અમરતે વર્ષો થયાં મેળવી લીધો હતો.

‘તો હજીય ક્યાં મોડું થયું છે ?’

‘તો પછી એમાં વિચાર શું કરછ ? તમે બેય માણસ દલિયાને ખોળે બેસાડી દિયો. તમે સુખી થતા હો ને તમારી આટલી રધિસધિ સચવાઈ રેતી હોય તો હું એટલું દુઃખ વેઠી લઈશ. તમ સારુ થઈને મારે દીકરો નો જોઈએ; લે હાંઉં ?’ અમરત પોતાનો સાણસો ઉઘાડતી જતી હતી.

માનવંતીનો તો શ્વાસ અદ્ધર થઈ રહ્યો હતો. માત્ર એટલું જ બોલી શકી : ‘તમને એટલાં દુઃખી કરાય ?’

અમરત આનંદી ઊઠી. બોલી : ‘હા, રે બાઈ હા. હું ભલે ને