પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોરિગેભોરિગના લબકારા
૨૪૧
 

 અત્યારે અમરતે ધાર્યું હતું કે પોતે કરેલી આ પ્રશસ્તિથી ચતરભજ રીઝશે અને મારા રચેલા કૌભાંડમાં ભાગીદાર બનશે. પણ ચતરભજ આજે જુદો નિર્ણય કરીને આવ્યો હતો. બોલ્યો :

‘ભારાડી થયા વિના તો કૂબાની ભાળ મને ક્યાંથી લાગી હોત ?’

‘એલા હજી એ વાતનો સગડ નહિ મેલે કે ?’

‘શું કામ મેલું ? તમે આ પેઢીને પચાવી પાડવાનો સગડ હજી મેલો છો, તે મને શિખામણ આપવા નીકળ્યાં છો !’

‘એ વાતનો તારે ગામગોકીરો કરવો છે ? શું વિચાર છે ?’

‘હા જરૂર પડે તો કદાચ કરવોય પડે. આ તો તમે ફૂલ ડુબાડીને પથ્થર તરાવવા જેવું કરો છો.’

‘આ અમરતમાં તાકાત છે, ફૂલને ડુબાડવાની ને પથ્થરને તરાવવાની. આ એક શું આવાં તો એકવીશ ફૂલ તારી નજર સામે ડુબાડી દીધાં ને ઘણાય પથ્થરને તરતા કરી દીધા.’

‘પણ હવે આ એક પથ્થરને તો નહિ જ તરાવી શકો ગામની આંખમાં…’

‘ગામ તો ગાલાવેલું કહેવાય. એને ઊઠાં ભણાવવાં એમાં તે કઈ મોટી વાત ?’

‘પણ આ ચતરભજ જીવતો છે ત્યાં સુધી આ વાતને તમે દાટી શકશો નહિ.’

‘જોયો જોયો હવે ચતરભજને ! ચતરભજ વળી કઈ વાડીનો મૂળો ?’

‘એ તો હું તમને ખબર પાડી દઈશ કે ચતરભજ કઈ વાડીનો મૂળો છે. થોડા દિવસમાં જ તમને જાણ થશે કે આ ચતરભજ કોણ છે.’

‘જાણું જ છું, ચતરભજ એટલે આભાશાની પેઢીનો ઓશિયાળો વાણોતર, આ અમરતની ઓળખાણથી મુનીમના હોદ્દા