પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



[૯]
સ–કલંક મયંક

કેસરિયાજીની જાત્રામાં આભાશા તેમ જ લશ્કરી શેઠનાં કુટુંબો ભેગાં થઈ ગયાં હતાં.

સવારનો પહોર હતો. ઈડરે પંચરત્નાનિ ભ્રુગુ બ્રહ્મા ગદાધર, ચતુર્થ કલનાથશ્વ પંચમો ભુવનેશ્વર : એવી પંચરત્નથી વિભૂષિત ઈડર પ્રદેશની પડોશમાં આવેલ આ તીર્થક્ષેત્ર પોતાની કલા અને સ્થાપત્ય–સમૃદ્ધિ વડે મેવાડની ભૂતકાલીન જાહોજલાલી અને ગૌરવની યાદ તાજી કરાવતું હતું. સુલેખા આ રમણીય સ્થળમાં ઊભી ઊભી કેટલાંક મૂર્તિવિધાનોનું નિરીક્ષણ કરી રહી હતી અને થોડી થોડી વારે પોતાના હાથમાંના મોટા ચિત્રફલક ઉપર એકાદ રેખા દોરતી હતી. મૂર્તિવિધાનના રસાસ્વાદમાં સુલેખા એટલી તો ગુલતાન બની ગઈ હતી કે તેના માથા ઉપરથી ઊતરી ગયેલો સાળુ પવનના ઝપાટામાં ઉરપ્રદેશ ઉપરથી પણ ક્યારે સરકી ગયો એનો એને ખ્યાલ નહોતો રહ્યો. નીચે ચારે બાજુ મન મૂકીને ખીલી નીકળેલાં કેસૂડાંનાં વન હસતાં હતાં. લીલાંછમ ઝુંડો વચ્ચે આછી આછી પવનલહરીમાં અદાપૂર્વક આમથી તેમ ડોલતાં લાલચટાક પુષ્પો લીલાછમ બિછાતમાં વણેલા કેસરી રંગના વેલબુટ્ટાની યાદ આપતાં હતાં. દૂર દૂર ચોરવાડી અને ખેટવાડ તરફ ખાખરાનાં જંગલો ઝૂલી રહ્યાં હતાં. એ બધા ઉપરથી હીંચોળા ખાઈને કેસરિયાજી ઉપર વીંઝાતા વાયરામાં સુલેખાનો સાળુ સઢ બનીને ફરફરાટ કરી રહ્યો હતો. ચોતરફ લચી પડતી હરિત વનરાજિની વચમાં શ્વેત