બાપુનાં પારણાં/ખુદા આબાદ રાખે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મૃત્યુનો મુજરો બાપુનાં પારણાં
ખુદા આબાદ રાખે
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
'૪૩નાં પારણાં →
ખુદા આબાદ રાખે !


સૂણો એ કોણ ત્યાં બોલે ?–
'ખુદા આબાદ રાખે ! '
મુસલ્માં માત સૌ બોલે,
'ખુદા આબાદ રાખે !'

'ખુદા આબાદ રાખે-મુલ્કને આઝાદ થાવા, પ
'ખુદા આબાદ રાખે-જાગૃતિની બેત ગાવા.

‘જગતના સાંઈ છો, જીવો !
ખુદા આબાદ રાખે !
'અમો મિસ્કિન-ઘરે દીવો
ખુદા આબાદ રાખે !' ૧૦

ખુદા આબાદ રાખે એ દુવા દેનારીઓને !
અને આબાદ રાખે વીરની જણનારીઓને !