બાપુનાં પારણાં/જન્મભોગના અનુતાપ

વિકિસ્રોતમાંથી
← એ ત્રણસોને બાપુનાં પારણાં
જન્મભોગના અનુતાપ
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
ખમા ! ખમા ! લખ વાર →


જન્મભોમના અનુતાપ
૧૯૩૯ રાજકોટ-અનશનમા પારણા વખતે કાઠિયાવાડની ધરતીના ઉદગારો
ભજનનો ઢાળ

જી રે બાપુ ! તમને કરાવી-પારણિયાં,
હું થઈ ઉપવાસણી રે જી.
જી રે બાપુ ! ગોઝારા અમારા આંગણિયાં,
હું દેવી થઈ છું ડાકણી હો જી.

જી રે બાપુ ! નુગરી મને આપે માનેલી,
મેં સંઘર્યાતા ઓરતા રે જી.
જી રે બાપુ ! જાતને જ નહિ મેં તો જાણેલી,
ધોખા એ હિયે ધીકતા હો જી.

જી રે બાપુ ! મેણલાં દઈને બૌ બાળેલો
હો ! તું વણતેડ્યો આવિયો રે જી, ૧૦
જી રે બાપુ ! પગલે ને પગલે પરઝાળેલો,
જાકારો સામો કા'વિયો હો જી.

જી રે બાપુ ! હીરલાના પરખુ હોંશીલા !
હસતો ને રમતો ઊતર્યો રે જી;
જી રે બાપુ ! કોયલાનાં આંહીં તો દલાલાં ૧૫
હો ! ભરોંસે તું ભૂલો પડ્યો હો જી.

જી રે બાપુ ! ચુમિયું ભરીને ચાટી લીધાં
હો ! લોહીઆાળાં જેનાં મોઢડાં રે જી,
જી રે બાપુ ! દૂધ પી કરીને ડંખ દીધા
હો ! વશિયલ એ ભોરીંગડા હો જી. ૨૦

જી રે બાપુ ! તમે રે સંભારી જ્યાં સમાધ
હો ! ખાંપણ ત્યાં તો સાબદાં રે જી,
જી રે બાપુ ! તમે કીધા અલખના આરાધ
હો ! પડઘા મેં દીધા પાપના હો જી.

જી રે બાપુ ! મેણલાંની દિજે બાપ માફી ૨૫
હું પાપિણી ખોળા પાથરું રે જી.

જી રે બાપુ ! જતિ ને સતીનાં સત માપી,
હું પાને પાને પરઝળું હો જી. ૨૦


ટીપણ : ગાંધીજી રાજકોટના પ્રભસ ગ્રામમાં ઊતર્યા; રાજ–કોલ ૫ળાવવા ઉપવાસ કર્યા, એ પ્રતાપ ગાંધી તો દેશી રાજ્યોની પ્રજાના યુદ્ધોમાં સાથ નથી પૂરતા એવાં મેણાંટોણાંને હતો. નુગરી=ગુરુ વગરની, એ શબ્દમાં પ્રજાનું શ્રધ્ધાહીન માનસ ધ્વનિત થાય છે. ઓરતા = ન બની શક્યું હોય તેના અફસોસ 'જાકારો સામે કહી વધો...'=અહીં આવશો નહિ.' એવું અધિકારીએ કહાવી દીધેલું. 'વશિયલ ભોરીંગડા'–વિષધર નાગો. સમાધ=દેહપાત. ખાપણ–કોઈક બોલેલું કે ગાંધી રાજકોટને ટીંબે દેહ પાડશે તો ખાંપણ તૈયાર છે અલખના આરાધ-અલક્ષ્ય (ઈશ્વર)નું સ્વજન